ગાંધીનગર શહેર ભાજપ દ્વારા અંબાજી પગપાળા દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે ચ-૩ સર્કલ પાસે ‘પદયાત્રી સેવા કેમ્પ’નો શુભારંભ કરાયો.

ગૃહ, મહેસુલ, સાંસ્કૃતિક અને રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સેવા કેમ્પ ખુલ્લો મુકાયો.

શહેર ભાજપ પરિવાર દ્વારા વર્ષોથી માં અંબાના પગપાળા દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૩૦ ઓગસ્ટ, મંગળવારે ગૃહ, મહેસુલ, સાંસ્કૃતિક અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં અંબાજી પગપાળા દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે ચ-૩ સર્કલ પાસે ગાંધીનગર શહેર ભાજપના ‘પદયાત્રી સેવા કેમ્પ’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઇ પટેલ, મહામંત્રીઓ કનુભાઈ, દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માં અંબાની આરતી કરી હતી, સમગ્ર વાતાવરણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપ પરિવાર દ્વારા વર્ષોથી માં અંબાના પગપાળા દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM