બી.સી.એ. કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે ગણેશચતુર્થી નિમિતે વિવિધ સ્પર્ધાનું આયોજન

શ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ (B.C.A.), સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર માં ગણેશચતુર્થી ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાજેવીકે Eco-friendly ગણેશજીની મુર્તિ બનાવવી તેમજ Singing અને Dancing નું આયોજન કરવામાં આવેલ.

વિધ્યાર્થીઓ ધ્વારા પર્યાવરણને અનુકૂળ આવે એવી અને biodegradable સામગ્રી જેવીકે માટી, કાગળ, લોટ, નારિયેળની છાલમાથી બનાવેલ ગણેશજીની મુર્તિઑનું પ્રદર્શન કરવામાં આવેલ. ડૉ. ડી. જે. શાહ સર (પ્રોવોસ્ટ ઓફ SPU), ડૉ. આલોક સિંહ (ઇનચાર્જ. રજિસ્ટ્રાર ઓફ SPU)  ના વરદ હસ્તે ગણેશ મુર્તિ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવેલ. આ ધ્વારા વિધ્યાર્થીઓની આંતરિક કળા અને કુશળતા બહાર લાવવાનો એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં કુલ ૩૬ રચનાત્મક અને કલાત્મક ગણેશજીની મુર્તિઓ વિધ્યાર્થીગણ ધ્વારા બનાવવામાં આવી અને ખુબજ ઉત્સાહપૂર્વક મૂર્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ સાથે એક આનંદની લાગણી પ્રસરાઇ. સૌથી મોટો ફાયદો એ છે કે આ મૂર્તિઓ ઘરે પાણીમાં વિસર્જન કરી શકાય છે તદુપરાંત જળચર પ્રાણીઓને પોષણ મળી રહે અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. B.C.A. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. અભિજીતસિંહ જાડેજા તથા તમામ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM