વડાપ્રધાનશ્રીના જન્મદિવસે ટી.બી.ના દર્દીઓને પોષણ કિટનુ કરાયુ વિતરણ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના જન્મ દિવસે, આહવા ખાતે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરાયુ હતુ.

જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.ભાર્ગવ દવે તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના ક્ષય કેન્દ્ર ખાતે નિક્ષય પોર્ટલ ઉપર નોંધાયેલા નિક્ષય મિત્ર દ્વારા, ટી.બી.ના દર્દીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, પોષણક્ષમ આહારની કીટ એનાયત કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. 

આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે સહિત કિટના મુખ્ય દાતા શ્રી હરિરામ સાવંતની ઉપસ્થિતિમા યોજાયેલા આ કીટ વિતરણ કાર્યક્રમમા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત સહિત, શ્રી નરેન્દ્ર્ભાઈ પટેલ, તથા ક્ષય કેન્દ્ર્ના કર્મયોગીઓ વિગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ સેવાકાર્યની સરાહના કરી હતી. આહવા તાલુકાના દર્દીઓને અપાયેલ આ પોષણ કીટ ઉપરાંત સુબિર તાલુકાના દર્દીઓને દિવ્ય છાયા સંસ્થા દ્વારા અનાજની કિટનુ વિતરણ કરાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધી સમગ્ર રાસ્ટ્રમાથી ટી.બી.ને દેશવટો આપવાનુ અભિયાન આદર્યું છે. જેના ભાગરૂપે ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકાય તે માટે, નિક્ષય પોર્ટલ ઉપર નોંધાયેલા નિક્ષય મિત્ર એવા સેવાભાવી સમાજશ્રેસ્ઠીઓના માધ્યમથી પોષણ કીટ ઉપલબ્ધ કરવવામા આવે છે. 

તા.૯મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન’ મા જોડાઈને સેવાકાર્ય કરવા ઇચ્છતા જિલ્લાના સેવાભાવી વ્યક્તિઓ, સમાજશ્રેસ્ઠિઓ, સામાજિક સંસ્થાઓ, કે જનપ્રતિનિધિઓને જિલ્લા ક્ષય અધિકારી, આહવા (સંપર્ક નંબર ; ૯૪૨૯૫ ૫૬૭૭૦) ઉપર સંપર્ક સાધવા પણ ડો. ભાર્ગવ દવેએ અપીલ કરી છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *