અંકલેશ્વર માં તબલા ,ઢોલ અને હાર્મોનિયમ રિપેર અને ઉત્પાદક માં નવો સંચાર

બે વર્ષ બંધ રહેલા ઉત્સવ બાદ મંજૂરી મળતા વાજિંત્ર બજાર માં તેજી થી વેપારી અને કારીગરોમાં ખુશી ની લહેર

અંકલેશ્વરમાં નવરાત્રી પૂર્વે તબલા હાર્મોનિયમ ના રીપેરીંગ કરતા કારીગરો માં અનેરો ઉત્સાહ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં 2 વર્ષ બાદ . તબલા ,ઢોલ અને હાર્મોનિયમ રિપેર અને ઉત્પાદક માં નવો સંચાર જોવા મળ્યો છે. બે વર્ષ બંધ રહેલા ઉત્સવ બાદ મંજૂરી મળતા તબલા ઢોલક હાર્મોનિયમ ના વેપારી અને કારીગરોમાં ખુશી ની લહેર જોવા મળી છે. તો અંકલેશ્વર નવરાત્રી પૂર્વે વાજિંત્રો ના રીપેરીંગ કરતા કારીગરો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ની આગવી ઓળખ એટલે ગરબા અને માં અંબા ની આરાધના ના પર્વ સમા માં ગરબા ચાલુ વર્ષે કોરોના કાળ બાદ 2 વર્ષ એ યોજાઈ રહ્યા છે. ડીજે ના જમાના માં આજે પણ ગરબા ની જે અસ્સલ તબલા ની થાપ અને ઢોલ નો ધબકો બરકરાર છે. અંકલેશ્વર માં છેલ્લા 2 વર્ષ થી ગરબા આયોજકો મુંઝવણમાં હતા જે ચાલુ વર્ષે આયોજન કરી રહ્યા છે. ત્યારે ખેલૈયા ની તાલ ને નવો જોમ પૂરો પડતા તબલા, ઢોલ અને હાર્મોનિયમ ના વેપારીઓ માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર માં ધર્મેશ છત્રીવાલા વડીલોપાર્જિત રીતે તબલા- ઢોલ સહીત હાર્મોનિયમ બંનાવવા નું અને રીપેરીંગ કરવાનું કામ કરે છે , કોરોના કાળ માં બે વર્ષ ઉત્સવો બંધ રહેતા તેઓ ને તબલા અને હાર્મોનિયમ ના વેચાણ અને રીપેરીંગ માં મોટી અસર પડી હતી ચાલુ વર્ષે સરકાર દ્વારા ગરબા સહીત વિવિધ ઉત્સવો ને મંજૂરી આપતા વાજિંત્ર ના વેપારીઓ માં ખુશી નો માહોલ સર્જાયો છે . ધર્મેશ છત્રીવાલા ને કોરોના ના બે વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ નવા ઓડર મળી રહ્યા છે. અને તબલા ઢોલક અને હાર્મોનિયમ રીપેરીંગ વર્ક પણ વધ્યું છે. જે છેલ્લા બે વર્ષ ની અસર ને દૂર કરી રહી છે. સાથે તેઓ ની દુકાન માં કામ કરતા કારીગરો ને પણ રોજગારી મળી રહેતા કારીગરો માં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નવરાત્રી ના આગમન ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાર્મોનિયમ ,તબલા ઢોલક ના વેચાણ માં વૃધ્ધિ જોવા મળી છે સાથે આ વાજિંત્રો ના રીપેરીંગ માં તેજી જોવા મળી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM