સુશાંત મામલાને લઈને અમિત શાહે કહ્યું

રાજ્ય સરકાર અને સુશાંતના પરિવારની માંગને લઈ સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી

સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ હજુ સુધી કોઈ ર્નિણય ઉપર પહોંચી નથી. એમ્સએ પોતાના રિપોર્ટમાં સુશાંતની હત્યા ન થઈ હોવાનું જણાવ્યું છે. રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા જણાવ્યું છે. પરંતુ સીબીઆઈ હજુ પણ દરેક એંગલથી તપાસ કરવાની વાત કરી રહી છે. આ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સુશાંત કેસને લઈને પોતાની પ્રતિક્રિયા આપવામાં છે. એક ખાનગી ચેનલને આપલે ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્ય્šં કે, સુશાંત કેસમાં મુંબઈ પોલીસની તપાસ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેણે કહ્ય્šં કે અમે સીબીઆઈ તપાસની ભલામણ નથી કરી પરંતુ રાજ્ય સરકાર અને સુશાંતના પરિવારની માંગને લઈને સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી છે.

અમિત શાહે કહ્ય્šં કે, જાે સુશાંતસિંહ રાજપૂતની જગ્યાએ કોઈ બીજુ હોત તો પણ કાનૂની તપાસ થવી જાેઈએ. શાહે કહ્ય્šં કે હજુ આ મામલામાં કોઈ નિવેદન આપવું કે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેણે આશા વ્યક્તિ કરી છે સીબીઆઈ તપાસમાં દરેક વસ્તુ સાબિત થઈ જશે. અને જે સત્ય હશે તે બહાર આવશે. સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનને લઈને નકલી સમાચાર ફેલાવવાના આરોપમાં મુંબઈ પોલીસે દિલ્હીના એક વકીલ વિભોર આનંદની ધરપકડ કરી હતી. આ સિવાય સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને એનસીબીએ ૨૨ લોકોની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનિય છે કે સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪ જૂને તેના બાંદ્રા સ્થિત ફ્લેટ ઉપરથી મળી આવ્યો હતો. પહેલા આ મામલાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. પછી સુશાંતના પિતાની ફરિયાદ પછી બિહાર પોલીસે કેટલાક દિવસ સુધી આ મામલાની તપાસ કરી હતી. પરંતુ પછી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. ત્યારથી આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM