શ્રી ત્રૈઈજારના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો થશે – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

શ્રી ત્રૈઈજાર યાત્રાધામ ખાતે અધ્યક્ષાશ્રીએ માથુ ટેકવી જનસુખાકારીની પ્રાર્થના કરી

            રૂ. ૧ કરોડના વિકાસકામોની મંજુરી શ્રી ત્રૈઈજાર મંદિર યાત્રાધામ પ્રવાસન તરીકે મળવાથી પ્રવાસન હબ તરીકે વિશ્વ પ્રસિધ્ધ કચ્છમાં દાદા માતંગ ધણી અને શ્રી ત્રૈઈજારના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની  પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. સરકાર દ્વારા થનારા અને પ્રવાસન વિકાસથી માત્ર યાત્રાળુ અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ જ નહિ પરંતુ તેના વિકાસના પગલે ભવિષ્યમાં સ્થાનિકોની રોજગારીની તકો માં પણ વધારો થશે એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

         કચ્છ -ભુજ તાલુકાના રાયધણપર ગામ ખાતે મા કાલી, મા સરસ્વતી અને મા લક્ષ્મીજીના “શ્રી ત્રૈજાર યાત્રાધામ ખાતે “શ્રી ત્રૈઈજાર યાત્રાધામ મહોત્સવ પ્રસંગે જન સુખાકારી માટે  દાદા માતંગ ધણી,મા જોગણી અને શ્રી ત્રૈજાર યાત્રાધામને માથુ ટેકવી અધ્યક્ષાશ્રીએ  સરકાર દ્વારા કરાતા જનસુખાકારીના વિકાસકામોની માહિતી પણ આપી હતી.

            આ તકે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, જીલ્લા પંચાયત ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવી, શ્રી ત્રૈજારયાત્રા વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી હરેશભાઈ ધેડા, મંત્રી શ્રી વાલજી ધેડા તેમજ સભ્યો અને સરપંચશ્રી ગંગાબેન હોથલ, વિવેકભાઇ રતનદાદા માતંગ, હુતારમભાઇ, દિલીપભાઇ મહેશ્વરી,પ્રકાશભાઇ તેમજ સમાજના અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓ સર્વ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM