જામનગર ગુરુ ગોબિંદ સીંગ સરકારી હોસ્પિટલ ખાતે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને માન. મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી પણ ઉપસ્થિત રહ્યા.

જામનગર ગુરુ ગોબિંદ સીંગ સરકારી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે આધુનિક લિનિયર એક્સિલરેટર તથા સી.ટી. સિમ્યુલેટર મશીન, 232 પથારીની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ કોવિડ હોસ્પિટલ, પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબિલિટેશન સેન્ટર તથા અત્યાધુનિક એક્સ-રે મશીન (800 એમ.એ.) અને પ્લાઝમા બેંકનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ નવિન સુવિધાઓ ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના માનવીઓને આધુનિક સારવાર આપવામાં ઉપયોગી બનશે. કેન્સર જેવા ગંભીર રોગની સારવારમાં પ્રિવેન્ટીવ કેર અને પોસ્ટ ઓપરેટીવ કેર બેય પ્રત્યે વિશેષ કાળજી રાખીને રાજ્ય સરકાર શ્રેષ્ઠ સારવાર આપી કેન્સરગ્રસ્તોને પૂન: સાજા કરી રહી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *