
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “હું થિરુ આઝા વલ્લિપ્પાને તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને માત્ર તેમના ઉત્કૃષ્ટ લેખન અને કવિતા માટે જ નહીં, પણ બાળકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો આજના યુગમાં ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. “