


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન. હું મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને પણ અભિનંદન આપવા માંગુ છું. આ એક મહેનતુ ટીમ છે જે ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.”
