
જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ, હિંમતનગરના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં વર્ષ ૨૦૨૨ જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી માં કુલ – ૨૦૪૨ ડિલિવરી થઇ હતી જેમાંથી ૮૧૯ દર્દીઓના સીજેરીયન ઓપરેશન કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં આવેલ જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ,હિંમતનગર દર્દીઓ માટે ખુબજ આશીર્વવાદ રૂપ બની રહેલ છે. તેની નજીકમાં આવેલ રાજસ્થાન રાજ્ય, અરવલ્લી અને મહેસાણા જીલ્લામાંથી પણ અત્યંત ગંભીર હાલત માં હોય તેવા સગર્ભા દર્દીઓને તપાસ અને વધુ સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હીંમતનગરમાં રીફર કરવામાં આવે છે. તેવા અનેક કિસ્સા બનેલ છે અને એ દર્દીઓ ને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવવામાં સફળ થયાં છીએ.
એવોજ એક કિસ્સો એટ્લે ભાવના બહેન અય ભાઈ ચામઠા ઉમર -૩૦ વર્ષ, રહેવાસી-પહાડા ફળિયું, ભિલોડા, જિલ્લો અરવલ્લીનો છે. તેમને પ્રસૂતિની સારવાર માટે તા:-૦૫/૧૨/૨૦૨૨ના રોજ કોટેજ હોસ્પિટલ, ભિલોડા ખાતે લઇ જવામાં આવેલ. ત્યાં તપાસ બાદ વધુ સારવાર અર્થે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હીંમતનગર ખાતે રિફર કરવામાં આવેલ. અહી તેમને પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં ફરજ પર રહેલા ડોક્ટર ધ્વારા તપાસ અને જરૂરી રોપોર્ટ કરાવી ઓબ્સટેટ્રીક આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણીને ત્રીજી વખત ગર્ભ રહેલ હતો અને ૯ મહિના પૂરા થયેલ હતા. તેમના ગર્ભ માં રહેલ બાળક ની સોનોગ્રાફી પ્રમાણે મૃત હતું અને બાળક ની મેલી નો ભાગ પણ છૂટો પડી ગયેલ હતો. તેમાં ૧૦.૮ ૪ ૭.૬ સેન્ટીમીટરનો નો લોહીનો ગઠ્ઠો મેલીની પાછળ છુટો પડી જામી ગયેલ હતો. તપાસ કરતાં જણાયું તો ભાવનાબહેન ના શરીરમાં લોહીનું પ્રમાણ (હિમોગ્લોબીન) પણ ફક્ત ૫ ગ્રામ જ હતું અને બ્લડ ગ્રૂપ ઓ(0) નેગેટિવ હતું. તેણીને દવા મૂકી ને મૃત બાળકીનો જન્મ કરાવ્યો હતો. જેનું વજન ૨.૪ કિલો ગ્રામ હતું. વધુમાં ભાવનાબેનને ૪ લોહીની બોટલ અને લોહી ગંઠાવવા માટેની પણ જે બોટલ ચડાવવામાં આવી હતી અને બીજું કોઈ ઇન્ફેકસન ન લાગે તે માટે એન્ટિબાયોટિક દવાઓ પણ આપવામાં આવી હતી. અત્રેની હોસ્પિટલના ગાયનેક, મેડિસિનઅને સર્જરી વિભાગના ડોક્ટર્સ ધ્વારા યોગ્ય સારવાર આપી, તેણીને વધુ સારવારની જરૂર ન જણાતાં સ્વસ્થ હાલતમાં યોગ્ય સલાહ-સુચન અને દવાઓ આપી તારીખ ૧૨/૧૨/૨૦૨૨ ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ આમ, જી.એમ.ઇ.આર.એસ.જનરલ હોસ્પિટલ, હિંમતનગરના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના ડોક્ટર્સ ઘ્વારા માતા મૃત્યુ દર ઘટાડવા માટેના ઉત્તમ પ્રયત્ન કરવામાં આવે છે.
રજા લેતી વખતે દર્દી અને દર્દીના સગા-સંબંધીઓ દ્રારા ડોક્ટર, નર્સીંગ સ્ટાફ અને કર્મચારીઓની સંવેદના સભર ઉતમ સારવાર માટે જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, હીંમતનગરનો આભાર માન્યો હતો.
