નવસારી ના સંયુક્ત ઉપક્રમે પંચોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત આંખની તપાસ અને નિદાન કેમ્પનું આયોજન

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તા. 14-03-2023, મંગળવાર ના રોજ રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા પંચાયત, તાપી – આરોગ્ય વિભાગ, રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ , નવસારી ના સંયુક્ત ઉપક્રમે પંચોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત આંખની તપાસ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન રો. નિલેશ સોનીએ કેમ્પ વિશે માહિતી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડૉ. ભૌમીક ચૌધરીએ કેમ્પમાં ઉપસ્થિત સંસ્થાઓ પૈકી રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારીની ટીમ તથા રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. હાજર રહેલ સર્વે ડૉક્ટરો પૈકી રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારીના ડૉ. કરીશ્મા, ડોલવણ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પ્રણય પટેલ તથા ડોલવણ તાલુકા અંતર્ગત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરો પૈકી પદમડુંગરીના ડૉ. મહેશ્વરી, પીપલવાડાના ડૉ. નિકુંજ ચૌધરી, ઘાણીના ડૉ. દિપ્તી ચૌધરી, ડોલવણ તાલુકા RBSK ના ડૉ. સ્નેહલ પટેલ તથા ડૉ. રૂપલ ચૌધરીનું પૂષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ વ્યારાના રો. રાજેશ શેઠે ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ. આ કેમ્પમાં ડોલવણ તાલુકાના પંચોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આજુબાજુના ગામડાઓના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. 265 દર્દીઓને હાજર રહેલા નિષ્ણાંત તબીબ દ્વારા આંખોની તપાસ કરાવવામાં હતી. તે પૈકી 134 દર્દીઓને નજીકના આંખોના ચશ્મા પણ આપવામાં આવ્યાં હતાં. તેમજ 79 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે નિદાન કરાયું હતુ. આ મહિનાની તા. 20-3-23 ના રોજ 30, તા. 22-3-23 ના રોજ 30 તેમજ તા. 24-3-23 ના રોજ 19 – દર્દીઓના જરૂરી ઓપરેશન માટે તારીખો ફાળવવામાં આવી છે. ઉપરોક્ત તારીખોએ નવસારી સ્થિત રોટરી આઈ ઈન્સ્ટીટયુટના ખાસ વાહનમાં ઓપરેશનવાળા દર્દીઓને એમના એક સ્વજન સહિત નવસારી લઈ જવાની અને ઓપરેશન થયા બાદ એમને પંચોલ ખાતે પરત મૂકી આપવાની જવાબદારી રોટરી ક્લબે સ્વીકારી. દર્દી તથા એમના સ્વજનને મફત રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજનો મફત આંખની તપાસ અને નિદાન કેમ્પ ખુબજ સફળ રહ્યો. કેમ્પને સફળ બનાવવા ત્રણે સંસ્થાની ટીમ – (1) રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારી (2) પંચોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા (3) જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની RBSK ટીમે ખૂબ જ જહેમત ઉઠવી હતી. ત્રણે સંસ્થાના ઉપસ્થિત નિષ્ણાંતો તેમજ કાર્યકરો પ્રતી રોટરી ક્લબ ઓફ વ્યારા અને રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો આભાર વ્યક્ત કરે છે. આજના કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ વ્યારાના સભ્યો પૈકી વંદનાબેન વાણી, રાજેશ શેઠ, નિલેશ સોની, જનક શાહ, દિપેન શાહ તથા ગૌરાંગ દેસાઈ હાજર રહ્યા હતા. દરેક રોટેરીયન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર !

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *