અમદાવાદખાતેસહકારઅનેગ્રામોદ્યોગમંત્રીશ્રીજગદીશવિશ્વકર્માએહસ્તકલાહાટનેખુલ્લોમૂક્યો

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં રાજ્યના સહકાર તથા ગ્રામોદ્યોગમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો હતો. આ હસ્તકલા હાટ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારિત તૈયાર કરાયો છે. અહીંયા ‌‌ઉત્તર પૂર્વના 8 જેટલાં રાજ્યો તથા ગુજરાતની કલા-કારીગરીનું પ્રદર્શન સહ-વેચાણ થશે. આશરે 90 જેટલા કલા-કારીગરો દ્વારા અહીંયા પ્રદર્શન સહ-વેચાણ યોજાશે. 22 માર્ચથી 24 માર્ચ સુધી ત્રિ દિવસીય હસ્તકલા હાટનું  આયોજન કરાયું છે.

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરોમાં તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. રાજયના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-નિદર્શન યોજવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત હસ્તકલા હાટનું તા.18 માર્ચ થી 3 એપ્રિલ સુધીમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને માધવપુર મળી કુલ 4 જગ્યાએ આ પ્રદર્શન સહ-વેચાણનું આયોજન કરાયેલ છે. જેમાં ઉત્તર પૂર્વનાં 8 રાજ્યોનાં  હાથશાળ-હસ્તકલાના કારીગરો માટે North Eastern Handicraft & Handloom Development Corporation (NEHHDC) તથા ટ્રાયફેડના સંકલનથી ક્રાફ્ટ તથા ઓર્ગેનિક ફૂડ સ્ટોલ તેમજ ગુજરાતની વિવિધ ક્રાફ્ટનું કારીગરો દ્વારા જીવંત નિદર્શન તથા વેચાણ માટે મેળા-પ્રદર્શનોનું આયોજન કરાયું છે.

આ હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વનાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળી 8 રાજયોની શીતલપટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર, બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જવેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટની વિવિધ કલા-કારીગરીનાં ક્રાફ્ટ સ્ટોલ તથા ઓર્ગેનિક ફૂડનાં સ્ટોલમાં 90થી વધુ કારીગરો તથા સહાયક કારીગરોએ ભાગ લીધો છે. આ સાથે ગુજરાત રાજયના 40થી વધુ સ્ટોલોમાં વિવિધ જિલ્લાના કલા-કસબીઓએ ભાગ લીધો છે. આ કલા-કારીગરો દ્વારા માટી કામ, કચ્છી-બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા વણાટ, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી-દુપટા-શાલ વુલન-હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વિગેરે હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુનું પ્રદર્શન સહ-વેચાણ કરાશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા કોર્પોરેટરશ્રી સહિતના લોકો હાજર રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *