શ્રીહનુમાનમંદિરકેમ્પટ્રસ્ટદ્વારાઆયોજિત ‘હનુમાનયાત્રા’નેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલેપ્રસ્થાનકરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ હનુમાન યાત્રાને પ્રસ્થાન કરાવી એ વેળાએ આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્યશ્રી પાયલ કૂકરાણી, મણીનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તેમજ કોર્પોરેટર શ્રીઓ અને  મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી ‘હનુમાન યાત્રા’ નીકળી છે.

શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી આ યાત્રા પ્રારંભ થયા બાદ શાહીબાગ, વાડજ,  ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી ચંદ્રનગર થઈ વાસણા વાયુદેવતાના મંદિર પહોંચશે.

વાયુ દેવતાના મંદિરે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ યાત્રા નિજ મંદિરે જવા રવાના થશે અને ધરણીધર, માણેકબાગ, નહેરુનગર, પાંજરાપોળ ચાર રસ્તા, વિજય ચાર રસ્તા,  ઉસ્માનપુરા,  આરટીઓ સુભાષબ્રિજ થઈને સાંજે નિજ મંદિરે પરત ફરશે.

આ યાત્રામાં શણગારેલી ટ્રકો તેમજ વિવિધ પ્રકારના ટેબલો પણ જોવા મળ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *