ધનસુરા ગઢીમાતા મંદિરમાં પાટોત્સવ, હનુમાન ચાલીસા અને રક્તદાન કાર્યક્રમ યોજાયો

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

ધનસુરા માં આવેલા ગઢીમાતા ના મંદિરમાં પ્રથમ પાટોત્સવ સાથે નવચંડી યજ્ઞ ને હનુમાન જયંતી નિમિત્તે સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. આ ધર્મ કાર્ય સાથે સાથે જાયન્ટ્સ મોડાસા દ્વારા રક્તદાન શિબિર, બ્લડ ગ્રુપ ચેકઅપ શરીરની અન્ય બીમારી બીપી જેવાનું ચેકિંગ કરવા આવ્યું સમગ્ર કાર્યક્રમ મહંત શ્રી પુરણદાસ શરણ સ્વામીના અધ્યક્ષ સ્થાને હનુમાન ચાલીસાના પાઠ રાજેશજી શાસ્ત્રી સાથે નવચંડીના આચાર્ય પદે સનત પ્રવીણચંદ્ર ગોર અને તેમની ટીમ દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું સાથે આવેલા હજારો ભક્તોએ પ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા થી નિલેશ જોષી, પ્રવીણ પરમાર, પિયુષ પંચાલ, રમેશ પટેલ, મહેન્દ્ર દાણી, એન એસ પટેલ કાંતિભાઈ પટેલ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *