મહેસાણા તાલુકાનું રામવિજયનગર ગામમાં છેલ્લા ચાર વર્ષથી ગામના યુવાનો દ્વારા પર્યાવરણ જાળવણી હેતુ ઘણા બધા વૃક્ષો દરેક વર્ષે વાવવામાં આવે છે. ગામના યુવાનો દ્વારા વડીલોના માર્ગદર્શન હેઠળ મારુતિવન બોટનિકલ ગાર્ડનનું નિર્માણ કરાયું છે. જેનું સંચાલન સહિતની તમામ જવાબદારી ગામના યુવાનો (બાળ હનુમાન ચાલીસા મંડળ) દ્વારા કરવામાં આવે છે. મારૂતિ બોટનિકલ વનમાં લગભગ ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર મારુતિવન તેમજ ગામના અન્ય સ્થળોએ કરવામાં આવ્યું છે. જેમાં ઈમારતી, ઔષધીય, ફૂલછોડ જેવા રોપાઓનું વાવેતર એમાં પણ ખાસ કરીને રુદ્રાક્ષ, અંજીર, કાજુ, અરીઠા, હરડે, બદામ, સતાવરી, રામફળ, સીતાફળ, લક્ષમણફળ, હનુમાનફળ, સોપારી, કદમ, કેસુડો, રુખડો, શીમળો, બીલી, પીપળો, વડ, રાયણ, લીમડો, નાળીયેર, વાંસ, ગુલમહોર, ગરમાળો, કપૂર, ઉંમરો, સીસમ, સિંદુર, પારીજાત, અરડુસી, તુલસી, ડમરો, શિવજટા, શીવલિંગી, સીતાઅશોક, બોરસલ્લી, રબર, પામ, ફણસ, ફાલસા, સેવન, કમરખ, બીજોરું, કરેણ, જાંબુ, જામફળ, બકાન લીમડો, એના સિવાય પણ અસંખ્ય નાના ફૂલછોડ તેમજ અન્ય વનસ્પતિઓ ગામની અંદર વાવેલ છે. ગામના યુવાનોએ લોકડાઉનનો સદુપયોગ કરીને ઉત્તરગુજરાતનું સર્વપ્રથમ બોટનિકલ ગાર્ડન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરણાથી બનાવેલ છે તેમ યુવાનો દ્વારા જણાવાયું હતું ગામના યુવાનોને વડીલોની પ્રેરણા અને કે. કે પટેલ ,કે.વી પટેલ અગ્રણીઓના સહયોગથી આ અનોખુ કામ કર્યું છે. ગામના દરેક પરિવારે એક પવિત્ર મને સાથ આ કામ પુરૂ કર્યું છે. યુવાનોની આખી ટીમ ,પ્રકૃતિપ્રેમીઓનો , સર્વે પ્રકૃતિ અને મારુતિ વન બોટાનિકલ ગાર્ડનના વિકાસ હેતુ અગ્રીમ તમામ વિકસિત પગલાં લેશે એવો વિશ્વાસ કાર્યક્મમાં વ્યક્ત કરાયો હતો.. બોટનિકલ ગાર્ડનના ખુલ્લા મુકવાના પ્રસંગે મહેસાણાનાસાંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ, , ધારાસભ્યશ્રી ભરતજી ઠાકોર,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નાયબ વન સંરક્ષકશ્રી, ટી.ડી.ઓ મહેસાણા,નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકીત જોષી સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

