
રિપોર્ટ : બીના પટેલ
સુવર્ણ સિંહાસન ઉદ્દઘાટન, શતચંડી યજ્ઞ અને અન્નકૂટોત્સવ સહિતના કાર્યક્રમો આણંદ નજીકના વલાસણ માં આવેલ ભગવતી શ્રી મેલડી માતાજી મંદિર નાં પ્રથમ પાટોત્સવ ની ૨૭ એપ્રિલ,2023 ને ગુરુવારે ઉજવણી કરવામાં આવનાર છે.

પ્રથમ પાટોત્સવ માં ઉદ્દઘાટક આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી સાહેબ, આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ તાલુકા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે .
આ પ્રસંગે તા.૨૭ એપ્રિલે સવારે નવચંડી યજ્ઞ પ્રારંભ, નૂતન સુવર્ણ સિંહાસન ઉદ્દઘાટન, સવારે ૧૦ કલાકે થી અન્નકૂટોત્સવ દર્શન અને સાંજે ૫ કલાકે શ્રીફળ હોમાશે. સાંજે ૬ કલાકે થી મહાપ્રસાદ નું આયોજન કરાયું છે. આ પ્રસંગે ભાવિકજનો ને મંદિર ટ્રસ્ટ શ્રી દશરથભાઇ પટેલ,નટુભાઈ પટેલ, જશભાઈ ચૌહાણ, પ્રમોદભાઈ રબારી,અનુજભાઈ ઇનામદાર,યોગેશભાઈ ત્રિવેદી, તથા મુકેશભાઈ પટેલ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.