




ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની દેશના વિકાસ અને સુરક્ષાને સુનિશ્ચિત કરતી કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલા સંપર્કથી સમર્થન અભિયાન અન્વયે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બ્રહ્માકુમારી સંસ્થાના કૈલાશ દીદીની તેમજ સ્વામિનારાયણ મંદિર, સે.૨ ખાતે સંતોની મુલાકાત કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય રીટાબેન પટેલે ગોગા મહારાજ ધામ ઉનાવા ધામ ખાતે સકરાબાપાની મુલાકાત કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રીકાળ દરમિયાન થયેલા કાર્યો અંગે ચર્ચા કરી હતી.