જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભકરાવતારાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૫, ૬ અને ૯માં અંદાજીત રૂ.૮૪.૪૨ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર ,અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૫માં કોળીનો દંગો, વેલનાથનગર-૧ વિસ્તારનીઆંતરિક શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૪.૨૫લાખ, જાગૃતિનગર વિસ્તારમાં આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ પાર્ટ-૧ માં અંદાજીત ૧૦ લાખ અને પાર્ટ-૨માં ૧૦ લાખ એમ જાગૃતિનગરમાં કુલ અંદાજીત ખર્ચ રૂ. ૨૦ લાખ, વોર્ડ નં.૬ માં હીરાપાર્ક સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓમાંસી.સી. રોડનું કામઅંદાજીત ખર્ચ રૂ. ૧૯.૯૨લાખ, હનુમાન ટેકરી, રવિભાઇના ઘર પાસે તથા આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૬૮લાખ,વોર્ડ નં.૯માં લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૧, નિલેશભાઇ ચૌહાણના મકાન પાસેનીશેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨.૧૫ લાખ, લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૩, સૂર્ય મકાનવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૭૦ લાખ, ગુરુદ્વારા પાસે, હરપાલસિંહના મકાનની બાજુની શેરી નં.૨માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૪૮ લાખ,ડી.સી.સી. હાઇસ્કુલની પાછળ જલારામનગર શેરી નં.૨ અને શેરી નં.૩માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૭.૭૦ લાખ, મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સની બાજુમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩.૫૪ લાખમળી કુલ અંદાજીત રૂ. ૮૪.૪૨ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.આ તકે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર શ્રી કરશનભાઇ કરમુર, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી,શહેર ભાજ્પ મહામંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, માજી મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૫ના કોર્પોરેટરો-અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડિમ્પલબેન રાવલ, કિશોરસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, બડુભા જાડેજા, નયનભાઇ વ્યાસ, સંજયભાઇ જૈન,વોર્ડ નં. ૬ના કોર્પોરેટરો-અગ્રણીઓકમલાસિંહ રાજપૂત, આલાભાઇ ભારાઇ, રમાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, ભાયાભાઇ ડેર,વિપુલભાઇ ધવડ, અનિરુધ્ધસિંહ ઝાલા, રવિરાજસિંહ જેઠવા, વોર્ડ નં. ૯ના કોર્પોરેટરો-અગ્રણીઓ સુનિલભાઇ આશર, રીટાબેન ઝીંઝુવાડીયા, ચીનાભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ માડમ,હસમુખભાઇ મકવાણા, જિતેન્દ્ર મકવાણા, કેતનભાઇ તેમજવિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM