કલાનીકેતન ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલીત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિરપુર વિદ્યાકુંજ વિદ્યાલય માં કન્યાઓને શાળામાં સુરક્ષા વિષે માગૅદશૅન આપ્યું.


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
કલાનીકેતન ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલીત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિરપુર વિદ્યાકુંજ વિદ્યાલય માં તમામ અભ્યાશ કરતી ૯ થી ૧૨ કન્યાઓને પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત અભયમ ના કાઉન્સિલર શ્વેતા ચૌધરી અને તેની ટીમ દ્વારા શાળામાં સુરક્ષા વિષે માગૅદશૅન આપ્યું. ઘરો માં થતાં ડોમેસ્ટિક વાયોલાન્સ, ઘરમાં માતા,બહેનો પર અયોગ્ય વર્તન, વાણી, ઘરોમાં અન્યાય સામે કેવી રીતે ઝઝૂમવું, ઘરમાં અને સમાજ માં નારી સન્માન જેવા વિવિધ પ્રકારના મુદ્દા અંગે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું અને મહિલા સુરક્ષા માટે વિભાગ દ્વારા અભ્યમ વિષે વાર્તાલાપ કરી સૌ ને વાકેફ કર્યા જરૂર પડે તો નંબર 181 પર ફોન કરી સુરક્ષા માંગી પોતાનો બચાવ કરી શકો છો.સરકાર ના પોલિશ અને મહિલા બાળ સુરક્ષા વિભાગો ની સદાયે મદદ મળશે. શાળા ના શિક્ષકો, વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં શાલા તરફથી સૌ ને આવકાર આપી ચા નાસ્તો કરી આભાર વ્યક્ત કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *