દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન

: : કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી : :

  • આપણા સૌના સહિયારા પ્રયાસોના પરિણામે જ દેશમાં કોરોના સંક્રમણ અટકાવી શક્યા છીએ: સમગ્ર દેશમાં આવતીકાલે કોરોના રસી માટે ડ્રાયરન યોજાશે
  • અન્ય દેશો કરતાં આપણાં દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૯૬.૩૫ % જેટલો સારો છે અને મૃત્યુદર ૧.૪૫ % જેટલો ઓછો છે.

:: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ::

  • રાજ્યના ૩૩ જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ મોક ડ્રાયરન પૂર્ણ
  • આવતીકાલે ૨૪૮ તાલુકાઓમાં તાલુકાદીઠ ત્રણ વેક્સીનેશન સાઇટ ખાતે ટ્રાયલ રન યોજાશે તેમજ શહેરોના ૨૬ ઝોન વિસ્તારમાં
  • રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં રસીકરણ અંગે ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા કેન્દ્રીય મંત્રીશ્રીને અનુરોધ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે નાગરિકોને ટુંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષીત કરવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓએ કરેલ આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ.હર્ષવર્ધનજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી.

ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યોએ દિન-રાત સતત મહેનત કરી છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના માર્ગદર્શન થકી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *