



ભગવાન શ્રીકૃષ્ણની પરંપરા નીભાવવા માટે હરીયાણાના એકમાત્ર શક્તિપીઠ શ્રી દેવીકૂપ ભદ્રકાલી મંદિર, ઝાંસા રોડ, હરીયાણા મુકામે માનનીય કેન્દ્રીય ,ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ અને તેમના ધર્મપત્ની સોનલબેન શાહે આજરોજ ગીતા જયંતીના શુભઅવસરે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં હાજરી આપવા અને દર્શન-અર્ચન કરવા માટે મંદિરે પહોચ્યા. ભવ્યરૂપમાં સજ્જ શક્તિપીઠમાં સૌપ્રથમ મંદિરના પીઠાધ્યક્ષ શ્રી સત્પાલ શર્મા દ્વારા પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વૈદીક મંત્રોચ્ચાર અને પુષ્પ દ્વારા માતાજીનું પૂજન કરાવવામાં આવ્યું. જેવીરીતે મહાભારતના યુદ્ધ પૂર્વે પાંડવોએ આ શક્તિપીઠમાં સૌપ્રથમ પુજન-અર્ચન કરેલ હતું તે જ પરંપરા નીભાવવા માટે આજરોજ આંરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં હાજર રહી માનનીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ અને તેમના ધર્મપત્નીએ માતાજીનું પૂજન-અર્ચન કર્યું. વર્તમાન સમયમાં રાજનીતીના ચાણક્ય ગણાતાં શ્રી અમીતભાઈ વર્તમાન સમયમાં રાજનીતીના ચાયક ગણાતાં શ્રી અમીતભાઈ શાહે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં થયેલ ભવ્ય વીજય બાદ વિશેષ પૂજા કરવા પધાર્યા અને તેમણે અહીં ચાંદીના ઘોડા (અશ્વ) અર્પણ કર્યા. મંદિરના પીઠાધ્યક્ષ શ્રી અને તેમના ધર્મપત્ની (મંદીરના મુખ્ય પુજારી) દ્વારા માતાની શક્તિ ત્રિશુલ, લાલ શક્તિ ચૂંદડી અને ચાંદીના મુકુટ તેમજ પુષ્પમાળા અને આશીર્વાદથી સન્માન કરવામાં આવ્યું. મંદિરના પીઠાધ્યક્ષશ્રી દ્વારા શ્રી અમીતભાઈ શાહના ઘરમાં પૂજન કરવા માટે ભદ્રકાલી માતાજીના સિદ્ધ અષ્ટધાતુ અષ્ટભૂજા સ્વરૂપ આપ્યા. માનનીય ગૃહમંત્રીની સાથે વિશિષ્ટ ગણમાન્ય મહાનુભાવો જેમ કે, હરીયાણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, માનનીય મંત્રી શ્રી સંદીપ સિંહ અને જિલ્લાના વિધાયક શ્રી સુભાષભાઈ સુધા પણ માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા. મંદિરના મુખ્ય પીઠાધ્યક્ષશ્રી દ્વારા માનનીય મંત્રી શ્રી અમીતભાઈ શાહ અને અન્ય મહાનુભાવોએ પોડ્ષશોપચાર મંત્રો દ્વારા તેમજ માતાજીના પ્રિય પુષ્પ કમળ તેમજ અન્ય પૂજા સામગ્રી દ્વારા પુજન-અર્ચન કરાવ્યું. વિશેષમાં શ્રી અમીતભાઈ શાહે પંચદીપ આરતી દ્વારા માતાજીની અર્ચના કરી. તેમજ શ્રી અમીતભાઈ શાહે કંજક શ્લોકા પંડિતનું શક્તિ ચુંદડી અને તીલક કરી પુજન કર્યું. માનનીય ગૃહમંત્રીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું, ભદ્રકાલી માતાજી મારા આરાધ્ય છે અને હું અહીંયા માતાજીના આશીર્વાદ લેવા આવ્યો છું. વધુમાં તેમણે કહ્યું, મેં માતૃ શક્તિ સ્વરૂપ ર્માં ભદ્રકાલી માતાજીના ચરણોમાં માતૃભૂમિ ભારત દેશની રક્ષા, વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. માતાજી મને માતૃ સેવા કરવાનું સૌભાગ્ય આપે તેવી હું કામના કરું છું. શ્રી અમીતભાઈ શાહના ધર્મ પત્ની સોનલબેન શાહે કહું, ર્માં ભદ્રકાલીના દરબારમાં તેમને દરેક વખતે અત્યંત ધાર્મિક્તાનો અનુભવ થાય છે. વિશેષમાં તેમણે કહ્યું, જેવી રીતે ર્માં ભદ્રકાલી તેમની મનોકામના પૂર્ણ કરતાં આવ્યા છે તેવી જ રીતે માતાજી આખા દેશના તમામ ભારતવાસીયોની મનોકામના પૂર્ણ કરે અને આખા દેશને ખુશહાલ રાખે. માનનીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહે મંદિરની વ્યવસ્થા અને મંદિરના ધાર્મિક માહોલની અત્યંત પ્રશંસા કરી મંદિરના પીઠાધ્યક્ષ શ્રી સત્પાલ શર્માજીને ખૂબ જ ધન્યવાદ આપ્યા. આ શુભ પ્રસંગે શ્રીમતી શીમલા દેવી, શ્રી સ્નેહીલ શર્મા, શ્રીમતી મીના જોશી, શ્રીમતી શ્રીમતી સીમા કૌશલ, ડૉ શ્રી અન્નુ પોલ શર્મા, શ્રીમતી નિકુંજ શર્મા, ડૉ. શ્રી સુનીલકુમાર, શ્રી નરેન્દ્ર વાલિયા, શ્રી પ્રમોદ વાલિયા, શ્રી હેમરાજ શર્મા, શ્રી ધર્મપાલ ગોયલ, શ્રી એમ. કે. મૌદગીલ, શ્રી રાજેશ શાંડિલ્ય, શ્રી સુનીલ શર્મા, શ્રી સુનીલ જોશી, શ્રી સંજીવ મિત્તલ, શ્રી દેવેન્દ્ર ગર્ગ, શ્રી વિકાસ બંસલ, શ્રી મુનીષ, શ્રી નરેન્દ્ર કુમાર, શ્રી રામપાલ લાઠર, શ્રી દીનેશ કંસલ, શ્રી ગગન ગુપ્તા, શ્રી પંકજ ગોયલ, શ્રી જીવન મૌદગીલ, શ્રી સંજય ગોયલ, શ્રી હિમાંશુ ઠાકર, શ્રી ૠષિ તોમર, શ્રી અભિષેકકુમાર, શ્રી આશીષ દીક્ષિત, શ્રી અનિલ પંડિત વગેરે સેવકોએ હાજર રહી વિશેષ માતાજીની ભક્તિ અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં
રિપોર્ટ મયુર પટેલ