તા.૧૪ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન ૧ કિલો ચાઇનજ દોરી લઇ આવનારને
રૂપિયા ત્રીસ પુરસકાર આપવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટુ વિલર વાહનોને દોરીથી
બચવા સેફટી ગાર્ડ અપાશે
કરુણા અભિયાન અંગે જિલ્લા વહિવટી તંત્રની બેઠક યોજાઇ
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન ઉજવવામાં આવે છે. કરુણા અભિયાનમાં પક્ષીઓને બચાવવા અંગે યોજાયેલ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી ર્ડા કુલદીપ આર્યએ દરેક નાગરીકને કરુણા અભિયાનમાં જોડાઇને પક્ષીઓને બચાવવા અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં કરુણા અભિયાન દરમ્યાન જિલ્લા વન વિભાગ અને જિલ્લા પશુપાલન વિભાગ તેમજ પક્ષી પ્રેમી અને જીવ દયાપ્રેમી સ્વચ્છીક સંસ્થાઓ દ્વારા પક્ષીઓને બચાવવા કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જો કોઇ વ્યક્તિ તા. ૧૪ થી ૩૦મી જાન્યુઆરી દરમ્યાન એક કિલો દોરી નિયત થયેલ પશુ દવાખાને જમા કરાવશે તો તેમને રૂપિયા ૩૦નો પુરસ્કાર આપવામાં આવશે.
તા.૧૩/૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમ્યાન યોજાનાર કરુણા અભિયાનમાં પક્ષીઓને બચાવવા જિલ્લા વન વિભાગ દ્વારા કન્ટોલ રૂમ શરુ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર ખાતેના કંન્દ્રોલ રૂમનો નંબર-૯૪૮૪૮ ૭૬૪૫૧, બોરીજ ખાતે ૦૭૯ ૨૩૨ ૨૩૯૩૬, દહેગામ ખાતે ૦૨૭૧૬ ૨૩૩૦૭૪, કલોલ ખાતે ૦૨૭૬૪ ૨૨૨૧૫૨ તેમજ માણાસા ખાતે ૦૨૭૬૩ ૨૭૦૯૩૪ ઉપર વનવિભાગ અધિકારીને જાણ કરીને ઘાયલ પક્ષીઓને બચાવવા જણાવ્યુ હતું. જ્યારે પશુ દવાખાના સેકટર-૩૦ ગાંધીનગર ખાતે ૯૪૨૮૦ ૬૨૧૬૧ છાલા ખાતે ૯૯૦૯૩ ૪૨૬૫૦, કોબા ખાતે ૭૫૬૭૦ ૪૩૬૩૨, ડભોડા ખાતે ૯૯૨૫૧ ૬૨૮૫૮, રૂપાલ ખાતે ૯૮૨૫૫ ૪૨૭૪૫, દહેગામ ખાતે ૮૧૪૦૩૯૩૩૭૮,ધમીજ ખાતે ૯૪૨૬૯ ૮૫૧૫૩, રખિયાલ ખાતે ૯૮૯૮૨૭૩૭૩૩, નાદોદ ખાતે ૯૮૯૮૪૮૫૦૨૧, જીડવા ખાતે ૯૯૭૪૭ ૬૯૫૧૯, પાલુન્દ્રા ખાતે ૯૪૦૮૮ ૯૩૮૩૦, માણસા ખાતે ૭૮૭૪૯૫૦૧૩૫, બિલોદ્રા ખાતે ૯૯૭૯૮ ૭૪૪૭૩, લોદરા ખાતે ૯૪૨૮૫ ૨૯૪૪૨, સમૌ ખાતે ૯૯૭૮૯ ૫૯૬૧૮,ચરાડા ખાતે ૯૪૨૮૦ ૨૩૦૨૮, મહુડી ખાતે ૯૯૨૪૮ ૯૭૭૮૧, જાસપુર ખાતે ૯૮૭૯૫ ૮૪૬૮૮, કલોલ ખાતે ૯૮૨૪૨ ૮૯૨૦૦, નારદિપુર ખાતે ૯૮૩૮૯૬૯૯૨૨, વડસર ખાતે ૯૮૭૯૫ ૮૩૬૮૮,જામળા ખાતે ૮૩૮૦૦ ૪૭૦૦૯ અને છત્રાલ ખાતે ૯૮૭૯૧ ૨૬૫૯૩ નંબરો ઉપર પશુ દવાખાનાઓ ઉપર પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે . ધાયલ પક્ષીઓ અંગેની જાણકારી આપી પક્ષીને બચાવવામાં સહકાર આપવા પશુપાલન અધિકારી શ્રી એસ.આઇ.પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી એ.એમ જાડેજા, પ્રાંત અધિકારી ગાંધીનગર શ્રી જે.એમ. ભોરાણીીયા પ્રાંત અધિકારી કલોલ શ્રી એ.ડી. જોશી, નાયબ જિલ્લા પોલીસ વડા શ્રી રાણા, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી પટેલ સહિત સંબધિત અધિકારીઓ તેમજ જીવ દયા પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાોઓના પ્રતિનીધી ઉપસ્થિત રહ્યા હતા.



