સુરત માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

મુખ્યમંત્રીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી આમજનતા માટેની સંવેદનશીલતાના ફરી એકવાર દર્શન કરાવ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ કરી તેમની આમજનતા માટેની સંવેદનશીલતાના ફરી એકવાર દર્શન કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કેટલીક લોકપ્રિય યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા.

                લાભાર્થી આશાબેન નાનસિંગભાઇ ચૌધરી જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને અમારી પાસે આવ્યા, એમણે મને મળેલી સહાયનો યોગ્ય ઉપયોગ થયો કે નહિ એ અંગે સવાલ પૂછ્યા ત્યારે લાગ્યું કે, ગુજરાતમાં અમારા જેવા નાના માણસોની કાળજી લેવાવાળા પણ કોઈ નેતા છે, જે સતત ગામડામાં વસતા સામાન્ય લોકોની ચિંતા કરી રહ્યા છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *