વલસાડ તાલુકાના ૧૨ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ

વલસાડ તાલુકાના ૮૨૮ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્‍યપૂર્ણ વીજપુરવઠો મળશે

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ૧૨ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્ત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ સહકાર, રમતગમત વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. 

આ અવસરે સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, ખેડૂતોને ખેતીવાડીમાં પિયત માટે દિવસે પાવર આપવાની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્‍યાન સવારે ૫-૦૦ થી રાત્રિના ૯-૦૦ વાગ્‍યા દરમિયાન દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્‍યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્‍કેલીઓથી કાયમ માટે મુક્‍તિ મળશે. રાજ્‍ય સરકારે ખેડૂતોની દરકાર કરી અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ મહોત્‍સવના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવતાં કૃષિ ઉત્‍પાદનમાં અનેકગણો વધારો થયો છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ થકી વિના વ્‍યાજે લોન સહાય આપે છે. ખેડૂત આર્થિક રીતે પગભર થાય તે માટે કિસાન સન્‍માનનિધિ હેઠળ વર્ષે છ હજારની સહાય આપે છે. રાજ્‍ય સરકાર સાત પગલાં ખેડૂત કલ્‍યાણના યોજના હેઠળ સાત જેટલી યોજનાઓના અમલીકરણ કરી ખેડૂતો માટે સહાયરૂપ બની છે. કોરોના મહામારીમાં આત્‍મનિર્ભર યોજના થકી ઓછા વ્‍યાજ દરની વગર જામીને લૉન સહાય આપી છે. સખી મંડળની બહેનોને પણ વગર જામીને એક લાખ સુધીની લૉન આપવામાં આવી છે. જ્‍યોતિગ્રામ યોજના હેઠળ દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે.

       વલસાડ તાલુકામાં ૬૬ કે.વી. ગુંદલાવ સબ-સ્‍ટેશનમાંથી નીકળતા ૦૨ ફીડરોના, ૧૨ગામોના ૮૨૮ ખેડુતોને લાભાન્‍વિત કરતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો છે. જેમાં ગુંદલાવ, મુળી, પાલણ, ઓવાડા, ઠક્કરવાડા,ગોરવાડા, ઘડોઇ, લીલાપોર, વેજલપોર, ધમડાચી ભદેલી, હિંગરાજ ગામોનો સમાવેશ થાય છે. બાકી રહેલા ગામોનો પણ તબક્કાવાર આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

        આ અવસરે સાંસદ ડૉ. કે.સી.પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્‍ય સરકારની વિકાસગાથાની રૂપરેખા આપી હતી.

          દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર જી.બી. પટેલે  સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા અને વલસાડ તાલુકામાં ડી.જી.વી.સી.એલ.ની સિદ્ધિઓની જાણકારી આપી હતી.           આ અવસરે વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ, ડીજીવીસીએલ વલસાડના અધિક્ષક ઇજનેર વિજીલન્‍સ પી.જી.પટેલ તેમજ કોર્પોેટ જી.ડી.ભૈયા, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર અભય દેસાઇ, ખેડૂતો, ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડીજીવીસીએલ વલસાડના એ.કે.પટેલે કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *