૧૫ લાખની સંસદીય ગ્રાન્ટમાંથી માણસા સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.
માણસા
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે માન. સાંસદશ્રી શારદાબેન પટેલના હસ્તે ૧૫ લાખની સંસદીય ગ્રાન્ટ માંથી માણસા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં શ્રી ડી. ડી.પટેલ, માજી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, ગાંધીનગર જીલ્લા મહામંત્રી શ્રી અનિલભાઈ પટેલ, જગદીશભાઈ, સામાજીક આગેવાન શ્રી જે.એસ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી કૈલાસ બેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણ સિંહ રાઠોડ, માણસા શહેર ભાજપ પ્રમુખ એલ. એચ. પટેલ, માણસા તાલુકા મહામંત્રી રાજુભાઈ અને દિનેશભાઈ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશ ભાઈ તથા દિનેશભાઈ વ્યાસ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.



