રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાની ભવ્ય જીત બદલ શહેરીજનો નો જાહેર આભાર વ્યકત કરતા ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા


આ વિજય ગુજરાતના વિકાસનું અને મતદારોનો ભાજપ પ્રત્યે વિશ્વાસનું પ્રતિબિંબ છે : જનતા જર્નાદને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં દૃઢ વિશ્વાસ વ્યકત કરી ભાજપતરફી અનરાધાર મતવર્ષા કરી છે
પરશોતમભાઈ રૂપાલાને વિધાનસભા–૬૮માં અંદાજે ૬૭,૮૦૦થી વધુ લીડ અપાવવા બદલ મતદારો તેમજ પાર્ટીના સામા કાંઠાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો, વોર્ડના હોદેદારો, વિવિધ સમાજ–સંસ્થાના આગેવાનો નો જાહેર આભાર વ્યકત કરતા ઉદય કાનગડ, અશ્વિન મોલીયા
તોતીંગ બહુમતી બદલ રૂપાલાજીને શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડ,અશ્વિન મોલીયા
વિધાનસભા–૬૮, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાએ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવા બદલ શહેરીજનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા જણાવેલ કે લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે, કેન્દ્રમાં એન.ડી.એ. સરકારે બહુમતી હાંસલ કરી છે અને ગુજરાતમાં ર૬માંથી રપ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે શહેરીજનોએ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યો તેમજ સર્વાગિ વિકાસને વધાવીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને ૪,૮૪,૦૦૦ જેવી જંગી બહુમતીથી ચૂંટાડીને પુન: ભાજપને લોકસભાનું પ્રતિનિધિત્વ સોંપેલ છે.
ત્યારે વધુમાં તેઓએ જણાવેલ કે પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થયા છે,અનેકાનેક લોકકલ્યાણકારી યોજનાઓ થકી લોકોનું જીવનધોરણ સહજ અનુ સુવિધાયુકત બન્યુ છે ત્યારે ગુજરાત તેમજ રાજકોટના મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં દૃઢ વિશ્વાસ વ્યકત કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તોતીંગ બહુમતીથી વિજયી બનાવ્યા છે તેમજ રાજકોટ ની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યારે આ ચૂંટણીમાં પણ શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીમાં પુન: વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે ત્યારે ઉપલા કાંઠા વિસ્તારના મતદાતાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ,વિવિધ સમાજ–સંસ્થાના આગેવાનો તેમજ તમામ વોર્ડના ભાજપના હોદેદારોનો જાહેર આભાર વ્યકત કરીને સર્વેને અભિનંદન પાઠવતા ઉદય કાનગડએ જણાવેલ કે વિધાનસભા–૬૮માં ગત વિધાનસભા ચૂંટણી કરતાં પણ આ વખતે ભાજપને ઉપલા કાંઠે સમાવિષ્ટ તમામ વોર્ડમાં વધુ લીડ મળી છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને વિધાનસભા–૬૮માં અંદાજે ૬૭,૮૦૦થી વધુ લીડ અપાવવા પાર્ટીના સામા કાંઠાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો, વોર્ડના હોદેદારોને પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ બિરદાવી તેમજ તમામ મતદારોનો જાહેર આભાર વ્યકત કરી ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાએ અંતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડૃાજી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન પાઠવતા જણાવેલ કે આ વિજય ગુજરાતના વિકાસનું અને મતદારોનો ભાજપ પ્રત્યે વિશ્વાસનું પ્રતિબિંબ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM