પ્રધાનમંત્રીએ હિઝ હાઇનેસ પ્રિન્સ રહીમ આગા ખાન-V (પાંચ) સાથે મુલાકાત કરી, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથેની ભાગીદારીને મજબૂત કરવા અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ હિઝ હાઇનેસ પ્રિન્સ રહીમ આગા ખાન-V (પાંચ) સાથે મુલાકાત કરી, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથેની ભાગીદારીને મજબૂત કરવા અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઈસ્માઈલી સમુદાયના 50મા ઈમામ હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાન-V (પાંચ) સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન, શ્રી મોદીએ હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાન-V (પાંચ)ના પિતા સ્વર્ગસ્થ આગા ખાન IV અને વિકાસના પ્રયાસોમાં તેમના કાયમી યોગદાનને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આરોગ્યસંભાળ, કૃષિ, ગ્રામીણ વિકાસ, યુવા સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથેની ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું; “હિઝ હાઇનેસ પ્રિન્સ રહીમ આગા ખાન-V (પાંચ) ને મળીને આનંદ થયો. તેમના પિતા, સ્વર્ગસ્થ આગા ખાન IV (ચાર) અને વિકાસના પ્રયાસોમાં તેમના કાયમી યોગદાનને સ્નેહપૂર્વક યાદ કર્યા.

આરોગ્યસંભાળ, કૃષિ, ગ્રામીણ વિકાસ, યુવા અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથેની આપણી ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *