મહેસાણા જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનના ભૂમિપૂજન પ્રસંગે સાંસદસભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ

મહેસાણા જિલ્લાના વિકાસના નકશામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન ઉમેરાયું છે. મહેસાણા ખાતે રાજ્યના ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂપિયા 50.78 કરોડના ખર્ચે તૈયાર થનાર ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ નવીન જિલ્લા પંચાયત ભવનનો ખાતમુહૂર્ત સમારોહ સંપન્ન થયો હતો. આ નવનિર્મિત ભવન જિલ્લાના વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરશે અને નાગરિકોને એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ શ્રી રાજુભાઈ શુકલ, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર અને શ્રી ભરતભાઈ ડાંગર, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય શ્રી શ્રી જે ચાવડા બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી કડી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષિલ મીણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી માસંગજી ઠાકોર કારોબારી સમિતિ ચેરમેન શ્રી હસમુખભાઈ ચૌધરી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતજી ઠાકોર સહિત જિલ્લા પંચાયતના અધિકારી /કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.