ગુજરાત ભાજપાના પ્રભારી શ્રી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપાની સંગઠનાત્મક બેઠક યોજાઇ.

આ બેઠકમાં પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર તથા તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ને જન-જન સુધી પહોંચાડવા તેમજ સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ, સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળતા કાર્યકર્તાઓ સાથે સંગઠનના કાર્યક્રમોની આયોજનબદ્ધ અમલવારી, જનભાગીદારી વધારવા તથા સેવા કાર્યોને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સંગઠનાત્મક બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી મયંકભાઇ દેસાઈ, પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.