હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત ૩૭મા યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’ માં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

પાટણ HNGU ના ૩૭મા યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નો ભવ્ય પ્રારંભ,

ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે યુવા પ્રતિભાઓને બિરદાવી

કલ્પવૃક્ષ – The UniYouthFest 2026: યુવાનોની કલા અને સર્જનાત્મકતાનું વિશાળ મંચ,

સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત  રહ્યા ઉપસ્થિત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના યુવા મહોત્સવમાં સર્જનાત્મકતાનો સંગમ,

ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત એ વિદ્યાર્થીઓને આપી શુભકામના

પાટણ – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત ૩૭મા યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ – The UniYouthFest 2026’ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહેલા યુવા પ્રતિભાઓના ઉત્સાહ, સર્જનાત્મકતા અને કલાસાધનાને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ કલા-સંસ્કૃતિ દ્વારા યુવાનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે આવું વિશાળ મંચ પૂરું પાડવું એ ખરેખર સરાહનીય બાબત છે. યુવાનોની પ્રતિભા માત્ર તેમની વ્યક્તિગત ઓળખ જ નહીં, પરંતુ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર છે.

‘કલ્પવૃક્ષ’ જેવા યુવા મહોત્સવો યુવાનોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, ટીમભાવના અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.તેમણે આ ભવ્ય આયોજન બદલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ પ્રતિભાગી યુવા મિત્રોને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં ડૉ. કિશોર સી. પોરિયા (વાઈસ ચાન્સેલર, એચ.એન.જી. યુનિવર્સિટી), પ્રખ્યાત કવિ અને ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ, ગાયિકા શ્રી ઋજુ જાદવ, ડૉ. રોહિતકુમાર દેસાઈ (રજિસ્ટ્રાર, એચ.એન.જી. યુનિવર્સિટી), ડૉ. ચિરાગ પટેલ, યુનિવર્સિટીના સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *