
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ઓડીટોરીયમ હોલ વસ્ત્રાપુરમાં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિમાં શિક્ષકની ભૂમિકા વિષય પરિસંવાદનું આયોજન થયેલ જેમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પૂર્વ સચિવ શ્રી પીકે લહેરી જી વરિષ્ઠ પત્રકાર અને કરાર લેખક શ્રી દેવેન્દ્રભાઈ પટેલ શ્રીમતી અનાર જયેશ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ અચલા સામાયિક ના તંત્રી ડો મફતલાલ પટેલ દ્વારા સંસ્થા નો પરિચય આપેલ અચલા સામાયિક છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણ જગતનું માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સામાયિક છે તથા આ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃતિઓ પણ થતી રહે છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે તેમણે વધુમાં કહ્યું કે હું પણ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યો છું એટલે જાણું છું કે શિક્ષક શું છે ઘણી બધી સમસ્યાઓ સાથે પણ તે કાર્ય કરતો રહે છે.તેમણે કહ્યું હાલ સરકાર શ્રી ની ભરતી થાય કે તરત જ શિક્ષકને 28000 સેલેરી મળતો હોય છે જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓ 8000 આપતી હોય છે એટલે શિક્ષકે પોતાની ફરજ કર્તવ્ય અને કર્મ રૂપે સમજી કાર્ય કરવું જોઈએ રાજ્યપાલશ્રી દ્વારા 10 ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ તેમજ 5000 રૂપિયા ચેક દ્વારા આપવામાં આવ્યા સારસ્વત એવોર્ડ જેઓએ વર્ષોથી સમાજની ચિંતા સેવા કરી છે તેવા ૧૦ લોકોને એવોર્ડ અર્પણવિધિ કરવામાં આવી તેમણે કહ્યું 32 વર્ષની જૂની શિક્ષણની ચાલતી હતી જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બદલી જે નીતિ વિદ્યાર્થી-વાલીઓ ને ખૂબ જ ઉપયોગી નીવડશે તેમણે વધુમાં જણાવ્યું કે અંગ્રેજોએ આવીને આપણી ગુરુકુળ પ્રથાને નેસ્ત નાબૂદ કરી જેથી આપણું શિક્ષણ કથળ્યું ગુરુકુળમાં રહીને અભ્યાસ કરવો તે વિદ્યાર્થી માટે સુખદ હતું વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ દ્વારા પણ નવી શિક્ષણ નીતિ મા શિક્ષકે પ્રેક્ટીકલ રૂપી જ્ઞાન આપવું પડશે તેવું જણાવી નવી શિક્ષણ નીતિ ના વખાણ કર્યા સંસ્થાના ટ્રસ્ટી અનાર બેન પટેલ દ્વારા આખા પ્રોગ્રામ નું સંચાલન થયું તેમજ આભારવિધિ થઈ (રિપોર્ટ પટેલ ડેવિડ કુમાર સી.મહેસાણા)


