નડિયાદ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

નડિયાદ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ, 75 વર્ષની ઉજવણી, 75 સપ્તાહ સુધી ઉજવણી એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિચારો છે. અમૃત મહોત્સવ એટલે અમૃત એટલે શુભ, સારું, શક્તિવર્ધક અને અમૃતની ઉજવણી એ સમાજ માટે, સુખાકારી માટે, લોકો માટે, સમાજ માટે આ ઉજવણી મહત્વની બનતી હોય છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડાનો મહત્વનો ફાળો રહ્યો છે. ખેડા સત્યાગ્રહ એનું પણ મહત્વ રહ્યું છે. ખેડા જિલ્લાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ, મહાગુજરાતના પ્રણેતા પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિક, ગૌ-રક્ષક ભાથીજી મહારાજ, સરસ્વતીચંદ્રના સર્જક ગોરધનદાસ ત્રિપાઠી અને પૂજ્ય મોટાની આ ભૂમિ ઉપર દાંડીયાત્રા આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી માટે નીકળી છે. જે દેશનો ઈતિહાસ નવી પેઢી જાણતી નથી એ દેશનું ભવિષ્ય સુરક્ષિત ન હોય. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સાબરમતીથી શરુ થયો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ નવો ઈતિહાસ જયારે બનવા જઈ રહ્યો છે ત્યારે એ ગુજરાતની ધરતી ઉપરથી શરુ થયો છે.આવો, આ પર્વને ભારતના જન-જનનું, હર મનનું પર્વ બનાવીએ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *