
અજય ખત્રી
માંડવી:-
શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ “ક્રાંતિતીર્થ” ખાતે ભારતના મહાન સપૂત ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ની 91 મી પુણ્યતિથી ની ઉજવણી ભાવપૂર્વક ગરિમાપૂર્ણ રીતે આજ રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવી હતી. આ પ્રસંગની ઉજવણી ના ભાગરૂપે RSS (રાષ્ટ્ર સ્વયંસેવક દળ) કચ્છ જિલ્લા ના પ્રચારક શ્રી વિવેકભાઈ તડાવિયા , મસ્કા સરપંચ શ્રી કિર્તીભાઇ ગોર, માંડવી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નાથાણી, મેમોરીયલ ના મેનેજર શ્રી મહેશ ઠક્કર, કચ્છી સપૂતને ક્રાંતિતીર્થ ના ગાઈડ શંકરભાઈ ધેડાએ પોતાની આગવી શૈલીથી કવિતા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્મારકનું તમામ સ્ટાફ શ્યામજી ના જન્મ મિત્રની પણ મુલાકાત લીધી હતી.ક્રાંતિતીર્થ સ્ટાફ તેમજ આવેલ મુલાકાતીઓ એ પુષ્પાંજલિ અર્પિત કરી “શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહો” “વંદે માતરમ” તથા “ભારત માતાકી જય” ના નારા લગાવી સમગ્ર “ક્રાંતિતીર્થ” ને ગજવી મુક્યું હતું.



