ડારી, આદ્રી, નવાપરા અને સીડોકર વિસ્તારમાં લોકોની સલામતી સાથે માર્ગદર્શન આપ્યું
વેરાવળ , ગીર સોમનાથ જિલ્લાના દરિયાપટ્ટીના વિસ્તારમાં તાઉ’તે (Tau’Te) વાવાઝોડાની સામે લોકોની સુરક્ષા અને સલામતી માટે આજે વેરાવળ તાલુકાના ડારી, આદ્રી, નવાપરા અને સીડોકર ગામની તાલુકા વિકાસ અધિકારીશ્રી ટી.બી.ઠક્કર, નાયબ મામલતદારશ્રી ખેર અને તેની ટીમે મુલાકાત લીધી હતી.
તાલુકા વિકાસ અધિકારીશ્રીએ તેમની ટીમ સાથે વેરાવળ તાલુકાના દરિયાપટ્ઠીના ગામો અને ઝુપડપટ્ટીના વિસ્તારની મુલાકાત લઈ લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી હતી. વાવાઝોડા આવે તે દરમ્યાન લોકોને તેમની સલામતી માટે શું શું પગલા લઇ શકાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વાવાઝોડાની અસર દરિયાપટ્ઠી વિસ્તારમાં થાય તે દરમ્યાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો હતો.
ઉપરાંત વાવાઝોડાની અસર થાય તે દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સુરક્ષા, સલામતી અને રહેણાંક તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ઈમરજન્સી સમયમાં લોકોનું સ્થળાંતર કરવાનું થાય ત્યારે લોકોએ પુરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો



