
અરવલ્લી
કોરોના મહામારી ની બીજી લહેર ખુબજ ઘાતક સાબિત થઈ રહી ઠેરઠેર કોરોના દર્દીઓને ને ઓક્સિજન ની ઉણપ વર્તાઈ રહેવા ના ઘટનાઓ બની રહી કેટલાય દર્દીઓને સમયસર ઓક્સિજન નહિ મળતા કોરોના સામે જંગ હારી ગયા હતા ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા કયાંક ઓક્સિજન સિલેન્ડરો આપી ને બચાવવા માટે પ્રયત્નો કર્યા છે તો કેટલીક સંસ્થાઓ ઓક્સિજન કોન્સેન્ટરટેટર મશીનો આપી જનતા ના જીવ બચાવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા છે ત્યારે વધુ એક પ્રયોજન સંસ્થા ના મુખીયા અને સામાજિક સમરસતા ના મુખ્ય કન્વીનર સેવાભાવી ચંદ્રકાન્ત પટેલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની કોરોનાગ્રસ્ત જનતા ના વ્હારે ઓક્સિજન કોનસેન્ટર 5 લીટર નું 48 કલાક માટે વિનામૂલ્ય ડોક્ટર ની ચિઠ્ઠી અને આધારકાર્ડ લઇ ને આવનાર ને આપવામાં આવશે તેવું સંસ્થા ના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રયોજન સંસ્થા- સહયોગ પેટ્રોલીયમ દ્વારા કુદરતી જડીબુટ્ટીઓ દ્વારા આર્યુવેદીક તજજ્ઞ ડૉકટરો દ્વારા બનાવેલ ઉકાળો વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ચૈત્ર માસમાં લીમડા ના ફૂલ નો જ્યુસ સાત દિવસ સુધી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી હતુ આમ આ સંસ્થા દ્વારા જનહિત માટે ની પ્રવૃત્તિઓ કરી સમાજ સેવાઓ આપી રહી છે આ સંસ્થા દ્વારા સામાજિક સમરસતા માં સાચી સમરસતા દેશમાં જળવાઈ રહે તેમાટે એક ટેલિફિલ્મ બનાવી પ્રવર્તમાન સમય ને અનુરૂપ જાગૃતિ લાવવા ખુબજ સુંદર ફિલ્મ જલતે દીયેનું નિર્માણ પણ કર્યું છે આમ સમાજ માં કોઈ જ્ઞાતિ ધર્મ અને કોમ કોમ વચ્ચે ભેદભાવ અને ગેરસમજ દૂર થાય તેવા અથાગ પ્રયત્નો કર્યા છે