અરવલ્લી જિલ્લામાં મયુકર માયકોસીસના દર્દીઓમાં વધારો,બે દર્દીઓના સફળ ઓપરેશન કરી ૧૫ તબીબોની ટીમે નવજીવન આપ્યું, ૧૨ બેડની સુવિધા

        અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમણ વચ્ચે જીલ્લામાં ૧૦ થી વધુ દર્દીઓમાં શંકાસ્પદ મ્યુકર માયકોસીસના લક્ષ્ણો જોવા મળતાં જ ફફડાટ વ્યાપ્યો છે જિલ્લામાં  મ્યુકર માયક્રોસીસ ના રોગ સામે ૧૫ તબીબોની વોરીયર્સ ટીમ તૈયાર કરાઈ છે, જયારે તોકતે તોફાન વચ્ચે પણ હિંમત હાર્યા વગર મોડાસાના તબીબોએ બે સફળ ઓપરેશન કરતા રાહત ફેલાઈ છે. જયારે જરૂરતમંદોને જરૂરી દવા સરકારી સહાય ધોરણે ઉપલબ્ધ કરાવાય તેવી માંગ પણ ઉઠી છે. જિલ્લામાં ૩ સેન્ટરો શરૂ કરાયા છે અને ૧૨ બેડનો વોર્ડ ઉભો કરી જરૂરતમંદ દર્દીઓને સારવાર અપાય છે.

રાજયભરમાં કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેરના દર્દ સામે હજુ તો કેર વળી નથી ત્યાં તો કોરોનાની સાઈડ ઈફેકટ એવા બ્લેક ફંગસના કારણે થતી મ્યુકર માયક્રોસીસ બીમારી એ ફફડાટ ફેલાવ્યો છે. ખૂબ જ ખર્ચાળ અને દવાની ઘોર અછત વચ્ચે મ્યુકર માયક્રોસીસ ની સારવારની ચિંતા દર્દી,તેના પરીવાર અને તબીબોને પણ સતાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં મ્યુકર માયક્રોસીસ  ના રોગથી કેટલાક દર્દીઓ પીડાઈ રહયા છે. ત્યારે મોડાસા ખાતે ના તબીબોએ ૧૪ તબીબોની વોરીયર્સ ટીમ બનાવી છે અને નગર ની યુનીટી હોસ્પિટલ,રૂચિર હોસ્પિટલ ને રાજ ઈ એન્ડ ટી હોસ્પિટલ સહિતના ૩ સેન્ટરોમાં ૧૨ બેડ ફાળવી જરૂરતમંદ દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. જયારે મોડાસાના જાણીતા ઈ એન્ડ ટી સર્જન ર્ડા.જીતેન્દ્ર પટેલ અને ર્ડા.વિનય ગાંધી એ આ બ્લેક ફંગસની અસહ્ય પીડા થી પીડાતા બે દર્દીઓના મુશ્કેલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી આ દર્દીઓને જીવનદાન બક્ષ્યું છે. જયારે આ તબીબોને આ સફળ ઓપરેશનમાં આઈ સ્પેશ્યાલીસ્ટ ર્ડા.સુનીલ પટેલ અને ર્ડા.વૈભવી ત્રિવેદી (અમદાવાદ)નો સહયોગ સાંપડયો હતો. મ્યુકર માયક્રોસીસ ની પીડાથી પીડાઈ રહેલ દર્દીઓનું સફળ ઓપરેશન ર્ડા.જીતેન્દ્ર પટેલ (ઈ એન્ડ ટી સર્જન) ના જણાવ્યા મુજબ આ બંને દર્દીને નાક,સાઈનસ અને આંખ સુધી મ્યુકર માયક્રોસીસ પ્રસરી ગયો હતો અને વારંવાર ડૂલ થતી વીજળી અને વરસાદની સમસ્યાઓ વચ્ચે પણ આ દર્દીઓના સફળ ઓપરેશન હાથ ધરાયા હતા. હવે આ દર્દીઓને જરૂરી દવા,ઈન્જેકશન મળી રહે તેવા પ્રયાસો સરકારી તંત્ર દ્વારા હાથ ધરાય તે જ આ તબીબોની મહેનત એળે નહી જાય તેમ મનાઈ રહયું છે.

ર્ડો.જીતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર,દર્દીના વજન મુજબ ૪ થી ૮ ઈન્જેકશન આપવા જરૂરી છે 

જિલ્લાના જાણીતા ઈ એન્ડ ટી સર્જન ર્ડા. જીતેન્દ્ર પટેલ ના જણાવ્યા મુજબ મ્યુકર માયક્રોસીસ રોગચાળામાં ઓપરેશન પછી દવા,ઈન્સ્યુલીન અગત્યનું  પરીબળ છે. ઓપરેશન પછી ૧૦ થી ૨૦ દિવસ દર્દીના વજન મુજબ ૪ થી ૮ ઈન્જેકશન આપવા જરૂરી છે.જયારે પોસાકોનાઝોલ ગોળી લાંબો સમય લેવી પડે છે અને ઈન્સ્યુલીન ચાલુ રાખવા જરૂરી હોય છે. ત્યારે તંત્ર દ્વારા રોગગ્રસ્ત દર્દીઓને સત્વરે જરૂરી ઈન્જેકશન,દવા મળે તેવું આયોજન સત્વરે કરવું જોઈએ તેવી માંગ વર્તાય છે.

મ્યુકર માયકોસીસના દર્દીઓને જરૂરી દવાઓ નહીં મળતા દર્દીઓ ભગવાન ભરોશે, નિષ્ણાંત તબીબો પણ લાચાર 

 મ્યુકર માયક્રોસીસ બીમારીથી પીડાઈ રહેલ દર્દીઓને અસહ્ય પીડાથી ઉગારવા જરૂરી સફળ ઓપરેશન કરી શકે તેવા તબીબ છે. જિલ્લામાં આ ફંગસ ને નાથવા વોરીયર્સ ટીમ પણ બનાવાઈ છે અને સફળ ઓપરેશન પણ થઈ રહયા છે. ત્યારે ઓપરેશન બાદ રીકવરી માટે જરૂરી ઈન્જેકશન એન્ફીટેરીસન-બી,એમ્ફોટેસીન અને પોસાકોના ઝોલ દવા મળતી નથી.દવાના અભાવે દર્દીઓના ઓપરેશનનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.ત્યારે જિલાના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવા જરૂરતમંદ દર્દીઓને પ્રિસ્કીપ્શન  મુજબ દવા મળે તેવું આયોજન કરવું જરૂરી બન્યું છે

રિપોર્ટ= મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *