અમરેલી.રાજુલા.ગીર વિસ્તારોમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં અને ત્યાના વિસ્તારોનાં લોકો માટે ચોટીલા થી વાહનો ભરી ખાદ્ય સામગ્રી પહોંચાડાઈ તૌકાતે વાવાઝોડા એ સમગ્ર રાજુલા.અમરેલી ગીર પંથક હાહાકાર મચાવ્યો હતો.તે દરમિયાન અનેક ગામોમાં વરસાદ અને પવનથી ખુબજ મોટાં પ્રમાણમાં લોકોને માલમિલકત ની નુકસાની વેઠવી પડી હતી.ત્યારે અનેક ગામોમાં હજુ સુધી લાઈટો પણ બંધ હોવાથી અનાજ દળવાની ઘંટીઓ પણ સાલું ન હોવાથી લોકોને ભોજનમાં પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહીશેત્યારે હરેશભાઈ ધાધલ સહીત ચોટીલાના કાઠી સમાજનાં યુવાનો દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોટીલાથી વાહનો દ્વારા ત્યાના લોકો માટે ખાદ્ય ચીજ વસ્તુઓ ૫૦૦ મણ ઘઉંનો લોટ દાળાવી અને બિસ્કીટ સહીત ખાદ્ય વસ્તુઓની કીટો તૈયાર કરીને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનાં લોકો સુધી પહોંચાડી ને માનવંતા દર્શાવી હતી.
અહેવાલ..લઘુભાઈ ધાધલ


