
અરવલ્લી
મેશ્વો નદીમાં પાણી છોડતા નદી કાંઠા ના વિસ્તારના ખેડૂતોમાં આનંદ અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે પાણી ની સમસ્યા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહે છે કાળજાર ઉનાળામાં પાણી ના સ્તર નીચા જતા ઉનાળું પાક પકવવામાં મુશ્કેલી પડે છે ત્યારે અરવલ્લી જિલ્લા જીવાદોરી સમાન બે મોટા ડેમ આવેલા છે એક મેશ્વો ડેમ અને બીજો મજુમ ડેમ જેમાં પાણી નો જથ્થો હોવાથી તંત્ર દ્વારા ઉનાળા ના સમયે પાણી છોડવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવેતો મેશ્વો ડેમ દ્વારા ભિલોડા વિસ્તારમાં આવેલ મેશ્વો નદીમાં પાણી છોડતા ખેડૂતોમાં હેતની લાગણી પ્રસરી હતી ત્યારે ભિલોડા મેશ્વો નદી કાંઠે આવેલા ગામો જેવાકે શામળપુર, ભવાનપુર, ખારી,વજાપુર, સોડપુર,જેવા વિસ્તારમાં ભળ ઉનાળે પાણી ના સ્તર નીચા જતા હોવાથી મુશ્કેલી પડતી હોય છે ત્યારે મેશ્વો સિંચાઈ યોજના મારફતે સરકારમાં રજૂઆત કરતા સિંચાઈ વિભાગ દ્વારા મેશ્વો ડેમમાંથી પાણી છોડતા ભિલોડા વિસ્તારના મેશ્વો નદીના પટામાં આવેલ બોળ, કુંવાઓ માં પાણી ના સ્તર વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો