ગુજરાત રાજય મહિલા આયોગના માર્ગદર્શન હેઠળ નવસારી ખાતે સગર્ભા બહેનોને માસ્ક-સાબુ-સેનેટાઇઝર વિતરણ કરાયું

નવસારીઃગુરુવારઃ ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના કો.ઓર્ડિનેટર પ્રિયંકા વસાવા અને તાલુકાના કો.ઓર્ડિનેટર પુષ્પાવબેન પટેલ દ્વારા સગર્ભા બહેનોને કોરોનાથી સાવચેતી રાખવા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો્ હતો. જેમાં નવસારીના બંદરરોડ, રાયચંદ રોડ, રૂસ્તમવાડીની સગર્ભા બહેનોને માસ્કી, સાબુ, સેનેટાઇઝરનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને આ કોરોના સાવચેતી માટે માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ રાખવું, કામ સીવાય બહાર નિકળવાથી બચવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા સહિતની બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યો હતાં. સગર્ભા બહેનોઍ ગુજરાત રાજય મહિલા આયોગ અને નારી અદાલતનો આભાર વ્યકત કર્યો હતો.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *