અરવલ્લી ગાયત્રી પરિવાર યુવા સંગઠન દ્વારા ચાલી રહ્યું છે વૃક્ષ ગંગા અભિયાન


વર્ષારુતુનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મોડાસા ખાતે ગાયત્રી પરિવારના યુવાનો દ્વારા તરુ રોપણ થઈ રહ્યું છે. વડ, પીપળો અને લીમડાના વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનું સાંકેતિક રુપ માનવામાં આવે છે. જેને એક જ સાથે ભેગા રોપવામાં આવે તેને ત્રિવેણી કહેવાય છે. 11 જુલાઈ, રવિવારે મોડાસા ખાતે પ્રસિદ્ધ મહાકાલી મંદિરના વિશાળ પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું. જેમાં પર્યાવરણ માટે અતિ મહત્વના આ ત્રિવેણી વૃક્ષ એવા વડ, પીપળો અને લીમડા સહિત કુલ 14 તરુ રોપણ કરવામાં આવ્યા. જે ઉપસ્થિત સૌ દર્શનાર્થીઓએ પોતાના સ્વજન તરુપુત્ર, તરુમિત્રના સંબંધના સંકલ્પ સાથે પોતાના હસ્તે રોપી પર્યાવરણ બચાવોની ભાવના સાથે ધન્યતા અનુભવી. આ આયોજન સફળ બનાવવા વિશેષ ડૉ. યોગેશભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ ભાવસાર, ઉષાબેન રાઠોડ તેમજ ગાયત્રી પરિવારના પરેશ ભટ્ટ, પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, ભાર્ગવ પ્રજાપતિ, દેવાશિષ કંસારા, યશ ભટ્ટ, પ્રકાશ સુથાર વિગેરે યુવાનોએ આ આયોજન સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *