વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા તેમજ ચણોદ વિસ્તારમાં વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી રમણલાલ પાટકરના હસ્તે શ્રેણીબદ્ધ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ ડુંગરાની પ્રાથમિક શાળા ડુંગરા, ભવાની મંદિર તેમજ ઝેડ.એચ.શાહ સાર્વજનિક હાઇસ્કુલ, પીડીલાઇટ ગાર્ડન, વિનર્સ અંગ્રેજી માધ્યમ શાળા-ચાણોદ તેમજ .. સોસાયટી વગેરે સ્થળોએ રાજ્ય વનમંત્રીશ્રી અને મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ અવસરે રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં વૃક્ષઓનું અનેરું મહત્વ છે, અનેક ધાર્મિક કાર્યોમાં વૃક્ષોનું પૂજન થાય છે. પૃથ્વી ઉપર ઓક્સિજન વગર જીવન શક્ય નથી તેમજ કોરોના મહામારીમાં સૌને ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે, અને કુદરતી રીતે ઓક્સિજન આપણને વૃક્ષો દ્વારા મળે છે, આ બાબતો ધ્યાને રાખી વૃક્ષોને આપણા જીવન સાથે સાંકળી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.
આપણું ગામ સુંદર ગામ બને અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો અભિગમ છે, ત્યારે સરકારની સાથે દરેક ગ્રામજનો ગામના વિકાસમાં સહભાગી બનશે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકાસશીલ ભારતનું સ્વપ્ન જરૂર સાકાર થઈ શકશે. પર્યાવરણ જાળવણી માટે જરૂરી વન વિસ્તારોમાં વધારો થાય તે માટે વન વિભાગ દર વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આંબા કલમોનું વિતરણ કરવામાં આવતાં ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણ જાળવણીમાં પણ મદદરૂપ બનશે. નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરોમાં નળથી પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેની કામગીરી પ્રગતિમાં છે, જે ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે સીટી મામલતદાર શ્રી મહાકાલ સાહેબ, વલસાડ જીલ્લ ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, જીલ્લા મંત્રી શ્રી કૈલાસભાઈ પાટીલ, શહેર ભાજપ મંત્રી શ્રી પરેશભાઈ દેસાઈ, જીલ્લા સોશિયલ મીડીયા ઈન્ચાજઁ શ્રી હિતેશભાઈ સુરતી, નગરસેવક શ્રી જીગ્નેશભાઈ શાહ, શ્રીમતિ નયનાબેન પટેલ, બબલુભાઈ, સરદાર ભિલાડવાલા બેંક ના શ્રીમતિ પારુલબેન દેસાઈ, શ્રી માધુભાઈ પટેલ, ધવલભાઈ ભાનુશાલી, મહેશભટ્ટ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સામાજીક સંગઠનો, શાળા ના શિક્ષકગણ, ચણોદ ગામના શ્રી રાજેશભાઈ દેસાઈ, સમીર ભટ્ટ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.











