ચંદ્રશેખર આઝાદ ના જન્મ દિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા મોરબી માં આઝાદ પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો હતો

રિપોર્ટ:-મહેશ.ડી.સિંઘવ

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદ માં આઝાદ પાર્ક નું નિર્માણ કરવામાં આવેલ છે. આ પાર્ક બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો માં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે, સાથે આ પાર્ક ની વિશેષતા ચંદ્રશેખર આઝાદ ના ચિત્રો, સ્વચ્છતા ના ચિત્રો, દેશભક્તિ ના ચિત્રો, વૃક્ષો વાવો ના સંદેશ,હિચકાઓ, લપસીયાઓ, અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જગાડતુ જીવદયા કેન્દ્ર તો ખરું તો આ પાર્ક ને ચંદ્રશેખર આઝાદ ના જન્મ દિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ખાસ કરી ચંદ્રશેખર આઝાદ ના પૌત્ર અમિત આઝાદ સાથે વિડિયો કોલ માં વાત કરી અને અમિત આઝાદ સાહેબે ક્રાંતિકારી સેના ને શુભેચ્છાઓ પાઠવી અને આવાં કર્યો કરી આગળ વધવાની પ્રેરણા આપી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *