સુરત મહાનગરપાલિકા દ્વારા ” કારગીલ ચોક ” ખાતે યોજાયેલ કારગીલ વિજય દિવસ અને શહીદ જવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કાર્યક્રમ

” કારગીલ વિજય દિન અને શહીદ જવાનોને શ્રધ્ધા સુમન ”

સુરત મહાનગરપાલિકા દ્વારા તા .૨૬ / ૦૭ / ૨૦૧૧ ના રોજ ” કારગીલ ચોક ” ખાતે યોજાયેલ કારગીલ વિજય દિવસ અને શહીદ જવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કાર્યક્રમ . કારગીલની ઊંચી પહાડીઓમાં કજો જમાવી બેઠેલા ઘૂસણખોરોને પાઠ ભણાવવા ભારતીય લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ માણસનું હાડ થિજાવી દે તેવી વિષમ પરિસ્થિતિમાં ૨૬ મી જુલાઈ , ૧૯૯૯ ના દિવસે ” ઓપરેશન વિજય ” પાર પાડીને કારગીલ , દ્રાસ અને બટાલિકની બધી ચોકી પર પાછો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો ત્યારથી ૨૬ મી જુલાઈના રોજ કારગીલ વિજયને ‘ વિજય દિવસ ‘ તરીકે મનાવવા સાથે કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે . સુરત મહાનગરપાલિકા દ્વારા તા .૨૬ / ૦૭ / ૨૦૨૧ ને સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે કારગીલ ચોક , લેકવ્યુ ગાર્ડન પાસે , પીપલોદ , સુરત ખાતે માતૃભૂમિની આઝાદીની રક્ષાર્થે શહીદ થયેલા વીર સપૂતોને શ્રધ્ધા સુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં રાખવામાં આવ્યો હતો . જેમાં માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા , ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી , ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ , સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ આર . પટેલ , મ્યુનિ.કમિશ્નરશ્રી બંછાનિધી પાની , આઈ.એ.એસ . , સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતી પુર્ણીમાબેન દાવલે , વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ , મ્યુનિસિપલ સભ્યશ્રીઓ , અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના બ્યુગલની ધુન સાથે શહીદોના સ્મારકને ફુલોની રીંગ અર્પણ કરી દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી . કારગીલ યુદ્ધમાં સામેલ જવાનો , માજી સૈનિકો અને ફીજી ગૃપના જવાનોએ પણ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી . ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે , ૨૬ મી જુલાઈ , ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ વિજયને આપણે સૌ ‘ ‘ વિજય દિવસ ” તરીકે મનાવીએ છીએ , કારગીલ યુદ્ધ દરમ્યાન આપણા જવાનોએ જે રીતે વિષમ અને મનુષ્ય ન રહી શકે તેવા વાતાવરણમાં યુદ્ધ લડી , ભારતીય શકિત્તનો પરચો બતાવ્યો તે દુશ્મનોને તો ઠીક , પણ સમગ્ર વિશ્વને યાદ રહેશે . આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા માજી સૈનિકો અને ફીજી ગૃપના જવાનોને તુલસીના છોડ આપવામાં આવ્યા હતા . અંતે ” જય જવાન જય કિસાન ” , ” શહીદો અમર રહો ” , ” વંદેમાતરમ્ ” અને ” ભારતમાતા કી જય’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *