૨ ઓગસ્ટ ના રોજ રાજયના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ના જન્મદિવસ નિમિતે એક જ દિવસમાં ચોટિલા શહેર

ચોટીલા માં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા આયોજીત તથા સામાજીક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લાના સહયોગથી ૨ ઓગસ્ટ ના રોજ રાજયના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ના જન્મદિવસ નિમિતે એક જ દિવસમાં ચોટિલા શહેર તથા તાલુકાના ગામોમાં ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ રેકૉર્ડ બનાવાનો ઐતિહાસિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઐતિહાસિક કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મળશે. પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઈ શાહ તથા સંસ્થાના પ્રમુખ બળવિરભાઇ ખાચર બંને યુવાનોના નેતૃત્વમાં ચોટીલા શહેર તથા ગામોની અનેક સંસ્થાઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનીને ચોટીલામાં એક લોક જુંબેશ ઉભી કરેલી છે… “આપણું ચોટિલા હરિયાળું ચોટીલા” ના મંત્ર સાથે લોકો મુખ્યમંત્રીશ્રી ના જન્મદિવસને કંઇક અલગ રીતે ઉજવાની નેમ સાથે જોડાઈ રહયા છે. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સનશાઈન સ્કુલ પરિવાર, રામ-રહીમ સેવા ફાઉંડેશન,સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રિષ્ના ગ્રૂપ, આંબલી ચોક મિત્ર મંડળ, સહીતની અનેક સંસ્થાઓ સાથે મળીને શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ ના નેતૃત્વમાં આ મહાયજ્ઞ માં આહુતિ આપી રહ્યા છે. આ કાર્યક્રમ માં રાજયના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખશ્રી પ્રશાંતભાઇ કોરાટ, શ્રી રામ કુમાર, IFS અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિંગ ગુજરાત રાજ્ય વિશેષ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચામુંડા માતાજી યુવા ગ્રૂપ માં ચિરાગભાઈ શાહ, અરજણભાઇ ખાંભલા,દિગ્વિજયસિંહ રાઠોડ, ભુપતભાઈ ધાધલ, કુલજીતભાઈ ખાચર, વાઘાભાઈ,પ્રવીણભાઈ જાંબુકિયા,મેહુલ ભાઈ ખંધાર, મોહિતભાઇ પરમાર, મોશીનખાન પઠાણ,ફૈઝલ વાળા,જયદીપભાઈ પરાલિયા, અતુલભાઈ કોટક, રસિકભાઈ મેટાલિયા,હિતેશભાઈ સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.આ વિશ્વ રેકૉર્ડના ઐતિહાસિક કાર્યક્રમને રાજકોટના દેવાર્ષિભાઈ પાઠક ની ટીમ હાટકેશ ફોટો કેમેરામાં કંડારવાની છે..

અહેવાલ લઘુભાઈ ધાધલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM