તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ” મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ.

ગુજરાત રાજ્યનાં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ભારતીય જનતા પાર્ટી નાં પૂર્વ મંત્રી, ભુજ તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ, શ્રી સમસ્ત જૈન સમાજ માધાપરનાં પ્રમુખ અને “તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ” નાં પ્રમુખ શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર નાં તારીખ:-૦૨/૦૮/૨૦૨૧ નાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ. જેમાં ભુજના ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્ય, જીલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, શ્રી ધનજીભાઈ ભુવા વગેરે ઉપસ્થિત રહેલ હતાં.  

(૧) શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા માનવ જ્યોત સંસ્થાનાં સહયોગથી માધાપર મધ્યે પક્ષીઘર, પાણીના કુંડા, માસ્ક તેમજ સુંઠ નું વિતરણ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવેલ.

(૨) શ્રી સોની સમાજ માધાપર દ્વારા શ્રી શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ માધાપર ખાતે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ. જેમાં પ્રમુખ શ્રી રામજીભાઈ સોની, શ્રી વસંતભાઈ સોની, શ્રી હસમુખભાઈ સોની વગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(૩) ભવાની ગ્રુપ માધાપર દ્વારા યક્ષ મંદિર માધાપર પાસે ગાયોને નિરણ કરાવવામાં આવેલ. જેમાં શ્રી દાદુભા ચૌહાણ, શ્રી કુલદીપસિંહ ચૌહાણ, શ્રી ગીરધરસિંહ વાઘેલા, શ્રી નારણસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(૪) શ્રી હિન્દુ યુવા વાહિની ભુજ તાલુકા દ્વારા ભગત લેબોરેટરી ભુજ મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી ભાવેશભાઈ આહીર, શ્રી હાર્દિકભાઈ જોષી અને શ્રી હિન્દુ યુવા વાહિની ભુજ ની ટીમ હાજર રહેલ હતી.   

(૫) બન્ની વિસ્તારના યુવા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તથા વાઢા કોલીવાસમાં બાળકો ને નાસ્તાનાં વિતરણનો કાર્યક્રમ ગોરેવાલી મધ્યે રાખવામાં આવેલ. જેમાં શ્રી વીરાભાઈ આલા, શ્રી અમીરભાઈ મુતવા અને યુવા ટીમ હાજર રહેલ હતી.  

(૬) શ્રી ખેતરપાળ શિવ-શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા શ્રી ખેતરપાળ દાદા મંદિર, જુનાવાસ માધાપર ખાતે સુંદરકાંડ પાઠ તેમજ હનુંમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી પ્રીતિબેન ભટ્ટ, શ્રી ગંગાબેન અને મહિલા મંડળના બહેનો હાજર રહેલ હતાં.   

(૭) ભુજ તાલુકાના વાડાસર ગામે ૪૦૦ વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં શ્રી મુરજીભાઈ પટેલ, શ્રી પ્રીતિબેન પટેલ વગેરે હાજર રહેલ હતાં.

(૮) શ્રી નરેન્દ્ર મોદી યુવા વિચાર મંચ નારણપર દ્વારા નારણપર મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં શ્રી ભરતભાઈ ગોર તથા શ્રી સુરેશભાઈ જોષી વગેરે હાજર રહેલ હતાં.  

(૯) સનરાઇસ સીટી મહિલા મંડળ માધાપર દ્વારા સિદ્ધેશ્વર હનુંમાનજી મંદિર સનરાઈસ સીટી  મધ્યે સુંદરકાંડના પાઠ તથા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી પ્રવિણાબેન ભાનુશાલી, શ્રી કુસુમબેન સોની, શ્રી મંજુલાબેન સોની, શ્રી દક્ષાબેન ભાનુશાલી, શ્રી લક્ષ્મીબેન ભાનુશાલી, શ્રી નર્મદાબેન ભાનુશાલી, શ્રી ગીતાબેન ઠક્કર, શ્રી રાણીબેન રાજપૂત, શ્રી મધુબેન જોષી, શ્રી રસીલાબેન મારાજ, શ્રી બચુબેન ભાનુશાલી, શ્રી ઇન્દીરાબેન ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(૧૦) માધાપર મધ્યે શ્રી નરનારાયણ નગર પાણીના ટાંકા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારાના વરદ હસ્તે રાખવામાં આવેલ. જેમાં તાલુકા પંચાયતનાં સભ્ય શ્રી લક્ષ્મીબેન શંભુભાઈ જરૂ, શ્રી પ્રવિણાબેન રાઠોડ, પૂર્વ ઉપસરપંચ શ્રી દાદુભા જેમલજી ચૌહાણ,  કિસાન મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ આહીર, ઉપસરપંચ શ્રી કલુભા વાઘેલા, પૂર્વ ઉપસરપંચ શ્રી ફતેહદાનભાઈ ગઢવી, પૂર્વ ઉપસરપંચ શ્રી વિજયભાઈ રાજપુત, ગ્રામ પંચાયતના સદસ્યો શ્રી નીતિનભાઈ મહેતા, શ્રી નારણભાઈ મહેશ્વરી , શ્રી રોહિતભાઈ ઠક્કર, શ્રી કાંતિભાઈ ગઢવી, શ્રીનારણભાઈ પાંચા, શ્રી રાણાભાઇ ડાંગર, શ્રી મયુરભાઈ જોષી, શ્રી કાંતિભાઈ ગઢવી, શ્રી વસંત્તભાઈ સોની ,શ્રી પ્રવીણભાઈ ખોખાણી, શ્રી કુલદીપસિંહ ચૌહાણ, શ્રી ગિરધરસિંહ વાઘેલા, શ્રી ભવનભાઈ ચૌહાણ, શ્રી વાલાભાઇ આહીર વગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(૧૧) નારણપર મહાજન નગર મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું આયોજન શ્રી રાજાભાઈ રબારી, શ્રી હરીશભાઈ પિંડોરીયા, શ્રી હરીભાઈ લોહાર, શ્રી ભરતભાઈ ગોર, શ્રી સુરેશભાઈ જોષી વગેરે દ્વારા કરવામાં આવેલ.

              નારણપર સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર નું  સેવાકીય કાર્યો થકી “કચ્છ શક્તિ” એવોડે મળવા બદલ સન્માન કરવામાં આવેલ.

              ભુજ તાલુકાનાં બન્ની, પટેલ પટ્ટી, માધાપર તથા ભુજનાં વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતી દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી.  હિતેશ હિંમતલાલ ખંડોર દ્વારા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે કચ્છના દસ તાલુકા અને છ શહેરનો જાતે પ્રવાસ કરી છેઠ ખડીર, ધોરાવીરા સુધી રૂબરૂ મુલાકાત કરી  રાશન, દવા, શાકભાજી કીટ, માસ્ક, રાશનકીટ, હેન્ડ ગ્લબ્ઝ, પી.પી.ઈ.કીટ, સૂંઠ પેકેટ, સેનેટાઈઝર બોટલ, થર્મલ ગન જેવી વસ્તુઓ લોકો સુધી તેમજ વહીવટી તંત્ર સુધી પહોચાડી એક સાચા સમાજ સેવકનું કાર્ય કરેલ. તેઓ અને તેમની ટીમ દ્વારા ગાય માતાને ઘાસનું નીરણ, પશુ-પક્ષી પંખીઓને ચણ, કુતરાઓને રોટલા-રોટલી વગેરે જીવદયાની પ્રવૃતીઓ કરવામાં આવે છે. હાલના સમયમાં એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલની સેવા પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે.  “તેરા તુજકો અપર્ણ” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નાં પૂર્વ મંત્રી, ભુજ તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ, શ્રી સમસ્ત જૈન સમાજ માધાપરનાં પ્રમુખ અને “તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ” નાં પ્રમુખ શ્રી હિતેશ હિંમતલાલ ખંડોર ની પ્રેરણાથી સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય, સામાજીક, જીવદયા, લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ સેવાયજ્ઞ અવિરિત ચાલી રહ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM