આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આકાશવાણી દ્વારા 75 પ્રશ્નોની ક્વીઝનું આયોજન

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ અને ઇંડિયન ઓઇલ કોર્પોરેશન, ગુજરાત દ્વારા આગામી 13.08.2021 થી એક ખાસ ક્વીઝનું આયોજન કરાયું છે. આ ક્વીઝ અંતર્ગત શ્રોતાઓને દર શુક્રવારે સાંજે સાત વાગ્યે પ્રસારિત થનાર આકાશવાણીના પ્રાદેશિક સમાચારમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. આ ક્વીઝ અંતર્ગત આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીના આંદોલનના સંદર્ભમાં 75 અઠવાડિયામાં 75 પ્રશ્નો પૂછવામાં આવશે. શ્રોતાઓને  તેમનો જવાબ  rnuahm75@gmail.com ઉપર ઈમેઈલ કરવાનો રહેશે. સૌથી પહેલા સાચો જવાબ આપનારને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાનું નામ આકાશવાણીના શનિવારના સાંજે સાત વાગ્યાના સમાચારમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, @airnews_abad  ટ્વિટર હેન્ડલ  પર પણ સાચો જવાબ ફ્લેશ કરવામાં આવશે. વિજેતાને પુરસ્કાર તરીકે આકાશવાણી દ્વારા પ્રમાણપત્ર અને ઇંડિયન ઓઇલ લિમિટેડ દ્વારા 500 રૂપિયાનું ફ્યુઅલ વાઉચર આપવામાં આવશે. આકાશવાણીના ગુજરાતી પ્રાદેશિક સમાચાર ગુજરાતના તમામ કેન્દ્ર પરથી અને NewsOnAIR મોબાઈલ એપ્લિકેશન ઉપર પણ સાંભળી શકાય છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM