રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
વિશ્વના મહાન તત્વચિંતકો ભારતરત્ન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન (પાંચમી સપ્ટેમ્બરે) ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવા નો અનેરો ઉત્સાહ જોવા મળે છે તમામ શાળાઓમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકાર દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા પણ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે જે આનંદ અને ગૌરવની વાત છે. માત્ર શિક્ષક કે ગુરુ બની જવાથી માન સન્માન મળતું નથી, તેના માટે પાત્રતા કેળવવી પડે છે. સરકારી માધ્યમિક ઊ.મા. શાળા, આહવા ખાતે શાળા પરિવારમા ત્રણે પ્રવાહના શિક્ષક દિનની ઉજવણી થઇ. વિજ્ઞાન પ્રવાહનાવિદ્યાર્થી દ્વારા શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ બાહરખુલ્લા મેદસનમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુલ્લામાં રાધાકૃષ્ણના ફોટા ને હાર -પુષ્પ ચઢાવી પ્રાર્થના કરી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીમાંથી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થી દ્વારા શિક્ષક દિન નુ મહત્વ સમજાવવામાં આવ્યું આ સાથે શાળાના ગ્રંથપાલ દ.બ.મોરે દ્વારા ભારત રત્ન ડોક્ટર રાધાકૃષ્ણ ના જીવન કવન અંગે માહિતી આપવામાં આવી. ત્યારબાદ રાષ્ટગાન કરી, વર્ગખંડમાં શિક્ષણ કાર્ય શિક્ષક બનેલ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો. આ રીતે આનંદ અને ગૌરવ પૂર્ણ સમગ્ર કાર્યક્રમને માર્ગદર્શન વિજ્ઞાન પ્રવાહના ધર્મિષ્ઠા પટેલ તથા શાળાના ગ્રંથપાલ ડી.બી. મોરે દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું.
આ સફળ કાર્યક્રમ ને શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગાગોર્ડા દ્વારા અભિનંદન આપાયા હતા





