જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્રારા જલારામ ધામ વૃધ્ધાશ્રમ ખીરસરા ગામે વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્રારા રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે શ્રી સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જલારામ ધામમાં ૧ ઓકટોબર વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃધ્ધો તથા ગ્રામજનોને સીનીયર સીટીઝન એકટ (ભરણ પોષણ અને કલ્યાણ), -૨૦૦૭, વૃધ્ધ સહાય યોજના, અને તેમને મળતી સરકારશ્રીની વિવિધ યોજના, તેમજ ભવિષ્યમાં વૃધ્ધોને મુશ્કેલીઓનો સમય ઉભો થાય ત્યારે સરકાર આપની મદદ માટે હંમેશા તત્પર રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. તથા વિશેષ જાણકારી પૂરી પાડી હતી. સંચાલકશ્રી, સંરપચશ્રી, તથા ગ્રામજનોનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મયુરભાઇ મોરી, સમાજ સુરક્ષા કચેરી સ્ટાફગણ, સંસ્થાના ટ્રસ્ટીશ્રી અરૂણભાઇ, સંરપચશ્રી દીલીપભાઇ ગોધાણી સહિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM