ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ શ્રી હિતેશભાઈનું સન્માન કરી આશીર્વાદ આપેલ

તારીખ:-૦૫/૦૯/૨૦૨૧ (રવિવાર) નાં રોજ કચ્છના સેવાભાવી યુવા નેતા દુષ્કાળ હોય, કોરોના હોય કે, સરકારશ્રીની કોઈ યોજના થકી લોકોને હંમેશા મદદરૂપ થતા તેમજ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના બેલી સૌના સુખ-દુખનાં સાથી, જેમના સેવાકાર્ય થી કચ્છ શક્તિ રાષ્ટ્રીય સમાજ સેવા એવોર્ડ વિજેતા શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર નું ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતી દ્વારા રક્તતુલા દ્વારા સન્માનીત કરવાનો રક્તતુલા અભિવાદન સમારોહ વિ.બી.સી. નુતન સેવા સંકુલ, આર.ટી.ઓ. રિલોકેશન, ભુજ ખાતે યોજાયેલ.   આ રક્તતુલા સમારોહનું દિપ પ્રાગટ્ય પધારેલા સંતો-મહંતો નાં વરદ હસ્તે કરવામાં આવેલ. જેમાં પ.પૂ. મહંત શ્રી વિવેકમંગલ સ્વામી – કોઠારી સ્વામી બી.એ.પી.એસ. મંદિર ભુજ, પ.પૂ. લઘુમહંત શ્રી મોલિકદાસ સાહેબ – કબીર મંદિર, ભુજ, પ.પૂ. મહંત શ્રી જગદિશબાપુ – ભજન ભોયરા, બંદરા મોટા, પ.પૂ. મહંત શ્રી ભરતદાસજી  – હરિહર આશ્રમ, વાંઢાય, પ.પૂ. મહંત શ્રી વાલજી દાદા કાપડી – મેકણદાદા પ્રગટપાણી, કડોલ, પ.પૂ. મહંત શ્રી જયંતીદાસજી પરષોત્તમદાસજી – સેવા સ્મરણ કુટીયા, વરલી, પ.પૂ. પુજારી શ્રી જનાર્ધનભાઈ પી. દવે – આશાપુરા મંદિર, ભુજ દ્વારા કરવામાં આવેલ. પધારેલા સંતો-મહંતો દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવેલ, પ.પૂ. મહંત શ્રી વિવેકમંગલ સ્વામી – કોઠારી સ્વામી બી.એ.પી.એસ. મંદિર ભુજ દ્વારા શ્રી હિતેશભાઈ ખંડોર ને એમની ૨૩ વર્ષની કામગીરી માનવતા, જીવદયાના કાર્યો બદલ આશીર્વાદ પાઠવેલ હતાં આ કાર્યકમનું પ્રાસંગીક પ્રવચન શ્રી હિતેશભાઈ ખંડોરે કરેલ તેઓએ જણાવેલ કે, કચ્છની યુવા શક્તિ દ્વારા મારી રક્તતુલા કરી મારા પર યુવાઓનું કાયમી રૂણ રહેશે. આ યુવા શકિત સામાજીક, શૈક્ષણીક, જીવદયા, આરોગ્ય કામગીરી માટે આગળ આવી કચ્છના નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવા અપીલ કરી હતી. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના સમયમાં કચ્છના યુવાઓ વિશ્વના યુવાઓ સાથે કદમ માં કદમ મીલાવી કચ્છના વિકાસમાં ભાગીદાર બને.   જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ બ્લડ બેંકનાં સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી ચાલવાનો હતો પણ ૧૨.૩૦ વાગ્યે જ રક્તતુલા થી સવાયું રક્ત થતાં યુવાઓને બીજી વખત જરૂરીયાત સમયે રક્તદાન કરવા કહેવામાં આવેલ. સવાર થીજ વરસતા વરસાદમાં યુવાનોની લાઈનની કતાર જોવા મળી હતી. આ રક્તતુલામાં કચ્છની બધીજ જ્ઞાતીના યુવાનોએ રક્તદાન કરી ઈતિહાસ રચ્યો હતો. રક્તદાન કરેલ રક્તદાતાઓને મોમેન્ટો ઘડીયાલ તથા સન્માનપત્ર થી સન્માનીત કરવામાં આવેલ હતાં તેમજ જી.કે. જનરલ હોસ્પિટલ બ્લડબેંકનાં બધાજ મિત્રોનું સન્માન કરવામાં આવેલ હતું.  કચ્છ શક્તિ રાષ્ટ્રીય સમાજ સેવા એવોર્ડ વિજેતા શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર નું પધારેલા સંતો-મહંતો, વિવિધ સમાજના આગેવાનો, મહિલા મંડળો તેમજ પધારેલા મહેમાનોની હાજરીમાં ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતી દ્વારા રક્તતુલા દ્વારા સન્માનીત કરવામાં આવેલ. જેમાં પ.પૂ. મહંત શ્રી મામા સાહેબ – આનંદ આશ્રમ, મામાધામ  – ગેલડા, પ.પૂ. કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી – સ્વામિનારાયણ મંદિર  – ભુજ, પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી દિવ્યસ્વરૂપ દાસજી – સ્વામિનારાયણ મંદિર  – ભુજ, પ.પૂ. પુરાણી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી – સ્વામિનારાયણ મંદિર  – ભુજ, પ.પૂ. પુરાણી સ્વામી વિજ્ઞાનદાસજી – સ્વામિનારાયણ મંદિર  – ભુજ, પ.પૂ. મહંત શ્રી દિલીપરાજા દાદા – પૂંજલ ધામ, મોરઝર, પ.પૂ. મહંત શ્રી જગજીવનદાસ બાપુ – રવિભાણ આશ્રમ, બીબર, પ.પૂ. મહંત શ્રી લાલગીરી બાપુ ગુરૂ ધર્મેન્દ્ર ગીરી બાપુ – રુદ્રાણી જાગીર, પ.પૂ. મહંત શ્રી શાંતિદાસ બાપુ – રવિભાણ આશ્રમ, વિરાણી મોટી સંતો-મહંતો હાજર રહેલ હતાં. પધારેલ સંત-મહંતો એ આશીર્વાદ આપેલ હતાં તેઓએ શ્રી હિતેશભાઈ ખંડોર દ્વારા કરવામાં આવેલ માનવતાં નાં કાર્યો, જીવદયાનાં કાર્યોને બિરદાવેલ હતાં. સ્વામિનારાયણ મંદિર ભુજના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી એ સમગ્ર કચ્છમાં સેવાકીય અને જીવદયાના કાર્યો કરી યુવા જાગૃતિ અને સમાજ સેવક તરીકે કામગીરીની પ્રશંશા કરી હતી તેમજ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ શ્રી હિતેશભાઈનું સન્માન કરી આશીર્વાદ આપેલ હતાં. વિવિધ સમાજના આગેવાનો તેમજ પધારેલા મહેમાનો દ્વારા શ્રી હિતેશભાઈ ખંડોર નું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી. નાં પૂર્વ ચેરમેન શ્રી કાનજીભાઈ કાપડી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધનજીભાઈ ભુવા, ક્ષત્રિય રાજપૂત સમાજ માધાપરનાં પ્રમુખ શ્રી દાદુભા ચૌહાણ, સોની સમાજનાં પ્રમુખ શ્રી રામજીભાઈ સોની, ઉપસરપંચ શ્રી કલુભા વાઘેલા, ઔદિત્ય બ્રહ્મસમાજનાં પ્રમુખ શ્રી મહેશભાઈ વ્યાસ, બ્રહ્મસમાજનાં આગેવાન શ્રી ભરતભાઈ ગોર, જૈન સમાજના આગેવાનો શ્રી દિલીપભાઈ શાહ, શ્રી કૌશલભાઈ મહેતા, શ્રી નિરવભાઈ શાહ, કાઉન્સીલર શ્રી ધીરનેભાઈ લાલન, ગ્રામપંચાયતનાં સદસ્ય શ્રી નારણભાઈ મહેશ્વરી, શ્રી વાજીદભાઈ સમા, શ્રી ફતેહદાનભાઈ ગઢવી, શ્રી નિતીનભાઈ મહેતા, શ્રી કાંતિભાઈ ગઢવી, શ્રી રોહિતભાઈ ઠક્કર, શ્રી હિતેશદાન ગઢવી, શ્રી ઈશાભાઈ સમા, તાલુકા પંચાયતનાં પૂર્વ ચેરમેન શ્રી કાનજીભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી તુષારભાઈ ભાનુશાલી, શ્રી વિશાલભાઈ મહેશ્વરી, સોની સમાજના પૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ સોની, તાલુકા ભાજપના મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, ઓધવબાગનાં પ્રમુખ શ્રી નિતીનભાઈ ઠક્કર ભુજ તાલુકા રઘુવંશી સમાજનાં પૂર્વ પ્રમુખ શ્રી પ્રિતમભાઈ ઠક્કર, શ્રી સુરેશભાઈ ચંદે, કચ્છ કોલી સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ કોલી, વિ.બી.સી. જૈન યુવક મંડળ ભુજના પ્રમુખ શ્રી આનંદભાઈ મોરબીયા, મત્રી શ્રી અશ્વિનભાઈ પારેખ, શ્રી મહેશભાઈ મહેતા, શ્રી એન.ડી.કોરડીયા, શ્રી દિપેશ મહેતા, ભાનુશાલી સમાજના પ્રમુખ શ્રી વિનેશભાઈ ભાનુશાલી, જોગી સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ જોગી, શ્રી હેમલતાબેન જોગી, કડવા પાટીદાર સમાજનાં પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, આણંદસર ગામના સરપંચ શ્રી શાંતીલાલભાઈ ભાવાણી, સરલી ગામના સરપંચ શ્રી રવજીભાઈ રાબડીયા, વર્ધમાન નગરના પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેતા, જીલ્લા ભાજપના મીડીયા સહઇન્ચાર્જ શ્રી કેતનભાઈ ગોર વગેરે ઉપસ્તિથ રહેલ હતાં.  ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતીના કન્વીનર શ્રી શક્તિસિંહ જાડેજા એ સમગ્ર કાર્યકમની રૂપરેખા આપી હતી તેમજ યુવાશક્તિનો આભાર વ્યક્ત કરેલ હતો. આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા માટે શ્રી શક્તિસિંહ જાડેજા-કન્વીનર, શ્રી કુલદિપસિંહ ચૌહાણ, શ્રી ગીરધરસિંહ વાઘેલા, શ્રી મયુરભાઈ જોષી, શ્રી વિજયભાઈ રાજપૂત, શ્રી નારણસિંહ જાડેજા, શ્રી નયનભાઈ કાપડી, શ્રી રોહિતભાઈ અબોટી, શ્રી મુકેશભાઈ વાઘેલા, શ્રી રવીભાઈ ચૌહાણ, શ્રી નિતીનભાઈ પરમાર, શ્રી પ્રવિણભાઈ ખોખાણી, શ્રી મુરજીભાઈ જાગરિયા, શ્રી અમીર મુતવા, શ્રી મહેન્દ્ર કોળી, શ્રી નિતીનભાઈ મહેશ્વરી, શ્રી પુનીતભાઈ મહેશ્વરી, શ્રી વાલજીભાઈ મહેશ્વરી વગેરે દ્વારા જહેમત ઉઠાવેલ હતી.       આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી વિજયભાઈ રાજપૂત તથા શ્રી રાણાભાઈ ડાંગરે કરેલ હતું. આભારવિધિ શ્રી મયુરભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી કિશનભાઈ આર્ય દ્વારા કરવામાં આવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM