શિક્ષક દિન નિમિત્તે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે શિક્ષકદિન નિમિત્તે રાજભવન ખાતે શિક્ષક કલ્યાણ નિધિમાં સહયોગ આપી નિધિ એકત્ર કરવાની ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યના સૌ નાગરિકોને શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરભી ગૌતમ, જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરત વઢેર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *